જૂનાગઢના પ્રખ્યાત અંબાજી મંદિર ખાતે ગાદી વિવાદે તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. Ambaji મંદિરના મહંત પદની નિમણૂક મામલે હાલ ઉગ્ર ચર્ચાઓ શરૂ થઈ છે. બ્રહ્મલીન તનસુખગીરી બાપુના અવસાન બાદ નવા મહંતની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે. આ ગાદી માટે કુલ 18 દાવેદારોએ ફોર્મ ભર્યા છે. તેમાં ખાસ નોંધનીય બાબત એ છે કે 18માંથી પાંચ દાવેદારો તો સ્વર્ગસ્થ તનસુખગીરી બાપુના પોતાના પરિવારજનો જ છે.
આ પણ વાંચો – Thakor Koli Samaj: પોલીસે 6 લોકો સામે નોંધી ફરિયાદ
પરિવારજનોએ સ્પષ્ટ માંગ કરી છે કે “મંદિરની ગાદી પર તનસુખગીરી બાપુના પરિવારમાંથી જ કોઈને મહંત પદ મળવું જોઈએ.” તેમનું કહેવુ છે કે ઘણા દાવેદારો એવા છે જેમનો બ્રહ્મલીન બાપુ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ કે લાગાવ નથી. પરિવાર અને અન્ય દાવેદારો વચ્ચેનો આ તણાવ હવે જાહેર રીતે ચચ્રાઈ રહ્યો છે, જેના કારણે મંદિરના ભાવિકો અને સંચાલનમાં કાર્યરત ટ્રસ્ટ બંને મુશ્કેલીમાં મુકાયા છે. હવે જોવાનું એ રહ્યું કે Ambaji મંદિરની ગાદી કોના હિસ્સે જશે અને આ વિવાદનો અંત કઈ રીતે આવશે.



