Alpesh Thakor એ સાણંદ તાલુકાના કલાણા ગામમાંથી હુંકાર ભર્યો

સાંણદ તાલુકાના કલાણા ગામમાં આજે અલ્પેશ ઠાકોરે વિશાળ સભાને સંબોધિત કરી હતી. જિલ્લામાં છેલ્લા સમયથી હિન્દૂ ધર્મના યુવક-યુવતીઓને નિશાન બનાવી થતા અત્યાચાર, છેડછાડ અને હુમલા અંગે તેઓ કડક મિજાજમાં દેખાયા. કોઈ પણ ગરીબ વર્ગ, સામાન્ય પરિવાર કે યુવા-યુવતીને ડરાવવાનો અધિકાર કોઈ ચમરબંધી કે દાદાગીરી કરનાર પાસે નથી. તેમણે જાહેર કર્યું કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ બીજાની રક્ષા કરવાનો સમાજ છે, અને સમાજના હક્ક માટે તેઓ હંમેશાં ઉભા રહેશે. તેમણે જણાવ્યું કે જો કોઈ બીજાનું રક્ષણ કરનારના પરિવાર સામે હાથ ઉંચકો તો “એનો જવાબ કાયદાની અંદર રહીને કડક રીતે મળશે.” અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ કરી દીધું કે તેઓ અહીં કહેવા આવ્યા છે “હું એ જ અલ્પેશ ઠાકોર છું, અને ન્યાય માટે હંમેશાં લોકોની સાથે છું.”


સભામાં તેમણે પોલીસ વિભાગને પણ સંદેશ આપ્યો કે લોકોની સુરક્ષા કરવી એ પોલીસનું પ્રથમ કામ છે, અને અસામાજિક તત્વો સામે સખત પગલાં લેવામાં આવે. અલ્પેશ ઠાકોરે ગામજનોને આશ્વાસન આપ્યું કે જો રાતના બે વાગ્યે પણ કોઈ હેરાન કરે તો તેઓ મદદ માટે ઉપલબ્ધ રહેશે. “તમને હેરાન કરનાર કોઈ હશે, પણ તમારી પાછળ હું છું એ ચિંતા નહીં કરો,”

 

Scroll to Top