Gondal Controversy: ગોંડલમાં હુમલો થયા બાદ Alpesh Kathiriyaનો સૌથી મોટો ખુલાસો…..

Alpesh Kathiriya statement Gondal is not anyone s father s estate or lineage

Gondal Controversy:  ગોંડલમાં ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા (Ganesh Jadeja) અને પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા વચ્ચેના શાબ્દિક યુધ્ધ બાદ સામાજિક અને રાજકીય ઘમસાણ શરૂ થઈ ગયું છે. ત્રણ દિવસ પહેલા સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાએ ‘એક વાર ગોંડલ આવી બતાવો..’નો પડકાર ફેંક્યા બાદ ‘હું ગોંડલ આવું છું’ની પોસ્ટ મુકીને આજે સવારે ગોંડલ આવી પહોચેલા પાટીદાર આગેવાનો અલ્પેશ કથીરિયા, જીગીશા પટેલ, ધામક માલવીયાના કાફલાને ગણેશ જાડેજાના સમર્થકોનો જબરો વિરોધ સહેવો પડયો હતો.

અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya)નો કાફલો ગોંડલ આશાપુરા ચોકડીએ પહોંચ્યો ત્યારે તેની સાથે યુદ્ધ એજ કલ્યાણ (Yudh Ej Kalyan) ગૃપનાં લોકો જોડાયા હતા. પરંતુ અલ્પેશ કથીરિયાને આશાપુરા ચોકડી પર ગણેશનાં સમર્થકોનો ભારે સામનો કરવો પડયો હતો. પોલીસનો બંદોબસ્ત હોવા છતા સમર્થકોએ અલ્પેશ કથીરિયાની ગાડી રેકી હાય..હાય..નાં સુત્રોચારો સાથે હલ્લાબોલ કરી મુકતા પોલીસે મહામહેનતે કાફલાને કોર્ડન કરી આશાપુરા મંદિરે પહોચાડયા હતા.

આ દરમિયાન અલ્પેશ કથીરિયાની કાર સહિત અન્ય ગાડીઓનાં કાચ ફોડાયા હતા અને પથ્થરબાજી પણ થઇ હતી, જેથી પોલીસને પણ પરસેવો વળી ગયો હતો. જેતપુર રોડ પર ત્રણ ખુણીયાએ ગણેશનાં સમર્થકો પણ પહોચી જતા માહોલ ગરમાયો હતો અને ઝપાઝપીની ઘટના પણ બની હતી. બાદમાં ગોંડલ ફરવાનો પ્રવાસ ટુંકાવી અલ્પેશ કથીરિયા સહિતનો કાફલો ખોડલધામ જવા રવાના થયો હતો. જ્યાં બપોરે દર્શન કરીને તેઓ રાજકોટ-સુરત જવા રવાના થઇ જતાં પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો. આજે ત્રણ કલાક ચાલેલા હાઇવોલ્ટેજ ડ્રામા વચ્ચે વાતાવરણ તંગ બન્યું હતું.

ગોંડલમાં હુમલો થયા બાદ Alpesh Kathiriyaનો સૌથી મોટો ખુલાસો કર્યો છે. Alpeshએ કહ્યું,પોલીસને ખબર છે કે તમાશો થવાનો છે તેમ છત્તા પોલીસ કાર્યવાહી કરતી નથી. ગોંડલ કોઈના બાપની જાગીર નથી. અમે ગોંડલમાં આવ્યા અને અમારી ગાડીનો કાર તૂટયો છે અને પથ્થરો ફેંકવામાં આવ્યા છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે, ધાર્મિક માલવિયાનું કહેવું છે કે,પોલીસની તાકાતથી લોકોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે.

અલ્પેશ કથિરિયાએ ગણેશ ગોંડલને સણસણતો જવાબ આપ્યો હતો. ગોંડલ કોઈના બાપની જાગીર કે પેઢી નથી, અમારે ગણેશના સર્ટિફિકેટની જરુર નથી. અમે ગોંડલમાં સિક્યુરિટી વગર જઈશું, સમાજને એક કરવા ગુજરાત ખૂંદીશુ. પાટીદાર સમાજ માટે જે જરુર હશે તે કરીશું. ગણેશના કુટુંબમાંથી કોણ ચૂંટણી લડશે તે નક્કી નથી. બાપ-બેટો ચૂંટણી વખતે જ ગોંડલમાં નીકળે છે. પાટીદાર મહિલા અગ્રણી જિગીશા પટેલે ગણેશ ગોંડલને જવાબ આપતાં કહ્યું હતું કે, પહેલા દૂધિયા દાંત પડે પછી રાજનીતિમાં આવજો. બાઉન્સરોને બાજુમાં મુકી માંનું ધાવણ બતાવવા આવજો. ત્રેવડ હોય તો રાજકુમાર જાટના આખા CCTV જાહેર કરે. હું એકલી જ આવી હતી, હું કોઈનાથી ડરતી નથી. માતા-પિતાની ઓથમાં બહાર નીકળી વાત કરવી જોઈએ.



WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp
Scroll to Top