Ganesh ના પડકાર બાદ હવે Surat થી Alpesh Kathiriya એ કહ્યું હવે પુરી તૈયારી સાથે ફરી Gondal…

alpesh-kathiriya-challenge-another-round-for-gondal-with-proof-illegal-activities

Gondal News: સુરતમાં આયોજીત એક કાર્યક્રમમાં અલ્પેશ કથીરિયાએ ફરી એકવાર આગામી દિવસોમાં તેમની રણનીતિ અંગે વાત કરી હતી. તેમજ કથીરિયાએ જાહેર મંચથી જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં કહેવત છે કે માના દૂધને પડકાર ફેંકે અને કોઈ ગાળો આપે એ કોઈ ન ખાય, ગોળી ખાઈ લે. ગોંડલમાં મજા પડે ત્યારે ફરવા જઈશું. હવે ગાડીઓમાં નુકસાન તો શું એક કાર્યકરનો કોલર પણ પકડી ન શકે એવી તૈયારી હશે.

સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગુરુકૃપા ફાર્મહાઉસ ખાતે કથીરિયા પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અલ્પેશ કથીરિયાનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન તેમણે ફરી એકવાર ગોંડલની ચર્ચા કરી હતી. કથીરિયાએ જાહેર મંચથી જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં કહેવત છે કે માના દૂધને પડકાર ફેંકે અને કોઈ ગાળો આપે એ કોઈ ન ખાય, ગોળી ખાઈ લે. ગોંડલમાં મજા પડે ત્યારે ફરવા જઈશું. હવે ગાડીઓમાં નુકસાન તો શું એક કાર્યકરનો કોલર પણ પકડી ન શકે એવી તૈયારી હશે.

અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, કથીરિયા પરિવારે જે પરિવારના દીકરા તરીકે માનસન્માન આપી, ખાસ કાર્યક્રમમાં સન્માન થતાં હોય. પરંતુ ઘરમાં જ યુવાનનું સન્માન થાય એ આનંદ થાય છે. આ કોઇ વ્યક્તિનું કે મારું સન્માન નથી. આ આખા સમાજનું, 18 વરણનું અને અમારી સાથે આવેલી આખી ટીમનું સન્માન છે. આજના સમયમાં આપણને આપણી સોસાયટીમાં કોઇને ત્યાં જોવાનો સમય નથી તેવી ભાગદોડભરી જિંદગી છે.

આ જિંદગીમાં પણ કામ, ધંધો, સુરક્ષાની પણ ચિંતા કર્યા વગર આ ખૂબ મજબૂતાઇથી ગોંડલમાં લડી છે. આ લડત કોઇ વ્યક્તિ માટે નથી. કોઇ વ્યક્તિની સામે પણ નથી. આ લડાઇ કોઇ સમાજ માટે પણ નથી અને કોઇ સમાજની સામે પણ નથી. આ લડાઇ કોઇ ગોંડલ માટે પણ નથી અને ગોંડલની સામે પણ નથી.

કથીરિયાએ ઉમેર્યું હતું કે, આપણને તેના શાસન સામે, એ વ્યક્તિ સામે, એના પરિવાર સામે કોઇ વિરોધ નથી. લોકો મત આપે, ચૂંટાય, કયો પક્ષ મુબારક છે. તેનાથી મત આપનારા મતદાતાઓ પર જે જોહુકમી ચાલે છે. મને ઘણાએ પૂછ્યું કે, ગોંડલમાં એવું તો બધું શું જોહુકમી ચાલે છે. તમે કઇ રીતે બહાર લાવશો. હું દાવા સાથે કહું છું કે આવનારા દિવસોમાં ત્યાં શું શું જોહુકમી થાય છે તે પુરાવા સાથે આપવાના છીએ.

અલ્પેશ કથીરિયાએ વધુમાં જણાવ્યું હતું કે ગોંડલમાં જે સત્તા ઉપર છે તેઓ કયા બે નંબરના ધંધા કરે છે, એના તમામ પુરાવા અમે લોકોને આપીશું. ક્યાં ગેમ્બલિંગ કરે છે? કોના ફાર્મહાઉસમાં બાયોડીઝલનો ધંધો ચાલે છે? જીએસટીનાં ખોટાં બિલો બનાવીને ખોટા ઇનવોઇસ ક્યાં તૈયાર થઈ રહ્યાં છે? આવા તો અનેક ધંધાઓ ગોંડલમાં ચાલી રહ્યા છે અને અમે તમામના પુરાવા આપીશું.

અલ્પેશ કથીરિયાએ વધુમાં ઉમેરતાં કહ્યું હતું કે હવે અમે ગોંડલ મજા આવે ત્યારે જઈશું. શનિ-રવિમાં અને રજાના દિવસોમાં જઈશું. પહેલી વખત ગયા ત્યારે અમે કોઈપણ ઘર્ષણ કર્યા વગર માત્ર ગોંડલની સ્થિતિ જાણવા માટે ગયા હતા. ત્યાં લુખ્ખી ટોળકીઓ અને ભાડૂઆતની જમાતનો ઉપયોગ કરીને અમારી ગાડીઓને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ હવે હું સ્પષ્ટતા સાથે કહી દઉં છું કે આવનારા દિવસોમાં અમે જ્યારે ગોંડલ જઈશું ત્યારે અમારી એકપણ ગાડીને તો નુકસાન નહીં જ થાય, પરંતુ અમારા એકપણ કાર્યકર્તાનો કોઈ કોલર પણ પકડી શખ્સે નહીં એ પ્રકારની તૈયારી સાથે જઈશું.


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp
Scroll to Top