Visavadar પ્રાંતકચેરી ખાતે ભાજપ-કોંગ્રેસ સહીત તમામ પાર્ટીની બેઠક મળશે થોડા દિવસોમાં ચૂંટણી નક્કી ?

Visavadar News : ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.રાજયમાં ફરી એકવાર વિધાનસભાની પેટાચૂંટણી થવાની સંભાવના રહેલી છે. મળતી માહિતી અનુસાર વિસાવદર (Visavadar) બેઠક પર સમાધાન થયાના સમાચાર સામે આવી રહ્યા છે. તમને જણાવીએ દઈએ કે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણીની વિસાવદર (Visavadar) બેઠક પર જીત થઈ હતી.ત્યાર બાદ ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ ગયા હતા. જેના કારણે આ બેઠક ખાલી થઈ હતી.

ગુજરાતમાં ફરી આવશે વિધાનસભાની પેટાચૂંટણી

મળતી માહિતી અનુસાર વિસાવદર (Visavadar) બેઠક પર મોટું સમાધાન થયું છે. આ સમાધાનમાં પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ હાઇકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી છે. હાઇકોર્ટમાં અરજી કરેલી હોવાથી આ બેઠક પર ચૂંટણી અટકી ગઈ હતી. પરંતું હવે આ બેઠક પર ચૂંટણી થવાનો માર્ગ મોકળો થયો છે. AAPના ભૂપત ભાયાણીની જીતને પડકારતી કરી હતી અરજી.બાદમાં ભૂપત ભાયાણી રાજીનામું આપી ભાજપમાં જોડાય ગયા હતા.હાઇકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાને કારણે ચૂંટણી ન યોજાઈ હતી બે દિવસ પહેલા અમિત શાહ સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હતા.આ દરમિયાન અમિત શાહ અને પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા વચ્ચે બંધ બારણે થઈ હતી બેઠક.આ બેઠક બાદ હર્ષદ રીબડીયાએ અરજી પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો.

વિસાવદર (Visavadar) બેઠકને ઈતિહાસ

વિસાવદર (Visavadar) બેઠકની વાત કરીએ તો આ બેઠક 2012 પછી કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક પર 2017માં કોંગ્રેસ પક્ષમાંથી પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા જીત્યા હતા. પરંતુ 2022ની વિધાનસભા પહેલા હર્ષદ રીબડીયા ભાજપમાં જોડાઈ ગયા હતા. પરંતુ 2022ની વિધાનસભામાં ભાજપ કે કોંગ્રેસ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી જીત્યા હતા. આ જીત બાદ ભૂપત ભાયાણી ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી હતી. હર્ષદ રીબડીયાએ હાઇકોર્ટમાં ચૂંટણી ગેરરીતીને લઈ અરજી કરી હતી.આ અરજી હાઇકોર્ટમાં પેન્ડિંગ હોવાથી બેઠક ખાલી પડી હતી.

 

 

Scroll to Top