એક્ટ્રેસ Aishwarya Rai નો 78મા Cannes Film Festival નો મોસ્ટ અવેટેડ લુક સામે આવી ગયો છે. એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનની રેડ કાર્પેટ પર એન્ટ્રી થઈ ચૂકી છે. આ દરમિયાન તેણે ત્યાં હાજર લોકોને નમસ્તે કહી ભારતીય પરંપરાની ઝલક દેખાડી. Aishwarya Rai Bachchan એ વર્ષ 2002માં પહેલી વાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી.
કાન્સમાં એક્ટ્રેસે સફેદ બનારસી સાડી પહેરી હતી. તેણે સાડીને ફુલ સ્લીવ બ્લાઉઝ સાથે પેયર કરી હતી. સાડી પર ગોલ્ડન હેન્ડવર્ક હતું. તેણે આ લુકને હેવી પિંક જ્વેલરીથી પૂર્ણ કર્યો. ઐશ્વર્યાએ હેવી પંચલડા હાર સાથે નેક્લેસ અને મોટી વીંટી સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો. તેણે મિડિલ પાર્ટેડ હેરસ્ટાઇલ પહેરી અને સિંદૂર ફ્લોન્ટ કર્યું હતું. અને આ કારણે જ લુકની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે.
ઐશ્વર્યાના લુક વિશે વાત કરીએ તો, એક્ટ્રેસનો લુક ફેમસ ફેશન ડિઝાઇનર Manish Malhotra દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. એક્ટ્રેસે જે સાડી પહેરી હતી, તે હાથ વણાતથી તૈયાર થયેલી બનારસી હેન્ડલૂમ સાડી હતી. ‘એશ’ના લુક ફ્લોન્ટ થઈ રહેલા સિંદૂરને લોકો બે વાત સાથે જોડી રહ્યા છે, કેટલાક તેને ભારતે કરેલા ‘Operation Sindoor’ મિશનનું ટ્રિબ્યુટ માની રહ્યા છે અને તો કેટલાક છૂટાછેડાની અફવાઓનો જવાબ કહી રહ્યા છે.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની રસપ્રદ વાતો
જાહ્નવીએ શ્રીદેવીની યાદ અપાવી
કાન્સ ફેસ્ટિવલમાં Janhvi Kapoor નો ડેબ્યૂ આઉટફિટ ફેમસ ડિઝાઇનર તરુણ તાહિલિયાની દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ કસ્ટમ ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. બનારસમાં ખાસ વણાયેલા ટિસ્યૂમાંથી આ પ્લિટેડ સ્કર્ટ અને કોર્સેટ તૈયાર થયો છે. એક્ટ્રેસના આઉટફિટમાં સ્ટાઈલનું ટચ રિયા કપૂરે આપ્યું હતું. ડ્રેસને એના સ્લિક બન સાથે દુપટ્ટા જેવા ડ્રેપથી જોડ્યો હતો. આઉટફિટની સર્ફેસને હાથથી બનાવેલી તકનીકોનો ઉપયોગ કરીને તૈયાર કરાયો. એનાથી તેનો લુક વધુ આકર્ષક બન્યો. તેના લુકમાં સિગ્નેચર ટીટી ડ્રેપ (ભારતીય ડિઝાઇનર દ્વારા લોકપ્રિય ડિઝાઇન અને ડ્રેપિંગ ટેક્નિક)થી ચાર ચાંદ લાગી ગયા હતાં.
આ પણ વાંચો – Parimal Nathwani: મુખ્યમંત્રીને પત્ર, દ્વારકામાં હટાવો ગેરકાયદેસર દબાણ
આ પણ વાંચો – Amit Khunt Case: રાજદિપસિંહ અને અનિરૂદ્ધસિંહની મુશ્કેલીમાં વધારો
‘હોમ્બાઉન્ડ’ને સૌથી લાંબુ સ્ટેન્ડિંગ ઓવેશન
Karan Johar ના Dharma Production ના બેનર હેઠળ બની રહેલી ડિરેક્ટર નીરજ ઘેયવાનની ફિલ્મ ‘Homebound’ ને પ્રતિષ્ઠિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર કરાયું હતું. ડેબ્યુસી થિયેટરમાં યોજાયેલા ‘હોમબાઉન્ડ’ના પ્રીમિયરમાં ફિલ્મને 9 મિનિટ સુધી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું. ફિલ્મનું ધ અન સર્ટન રિગાર્ડ સેગ્મેન્ટમાં પ્રીમિયર કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, નીરજ ઘેયવાનની ડિરેક્ટોરિયલ ડેબ્યૂ ફિલ્મ ‘મસાન’નું પણ 2015માં કાન્સમાં આ જ કેટેગરીમાં પ્રીમિયર થયું હતું. ફિલ્મની સ્ક્રીનિંગ પછી, ધર્મા પ્રોડક્શન્સે પ્રીમિયરનો એક વીડિયો શેર કર્યો, જેમાં ‘હોમબાઉન્ડ’ ટીમને પ્રેક્ષકોએ તાળીઓના ગળગળાટથી વધાવી લીધા હોવાનું જોવા મળી રહ્યું છે. તેના કેપ્શનમાં લખ્યું છે, ‘9 મિનિટનો શુદ્ધ પ્રેમ અને તાળીઓ! ટીમ ‘હોમબાઉન્ડ’ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં અઢળક પ્રશંસા મેળવી રહી છે.’ આ વીડિયોમાં કરણ જોહર અને નીરજ ઘેયવાન એકબીજાને ભેટી પડતા હોવાનું પણ જોવા મળી રહ્યું છે.