Dwarka Demolition: બેટ દ્વારકામાં દાદનું બૂલડૉઝર ફરી વળતા ઓવૈસીના પેટમાં તેલ રેડાયું, જાણો શું કહ્યું

Dwarka Demolition: રાજ્યમાં થોડા દિવસ પહેલા વિવિધ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ પર બૂલડૉઝરથી કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં લગભગ 76થી પણ વધુ ઈમારતોને તોડી પાડવામાં આવી હતી. આ જગ્યાને ડિમૉલિશન (Demolition) કરીને ખુલ્લી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને લઈ AIMIMIના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે આ ડિમૉલેશન (Demolition) ને ઓવૈસીએ સુપ્રીમ કોર્ટનું ઉલ્લંઘન ગણાવ્યુ હતું. રાજ્યમાં ઓવૈસીની આ વાત ખુબ વાયરલ થઈ રહી છે.

ગુજરાત સરકાર પર નિશાન સાધતી પૉસ્ટ કરી

ડિમૉલેશન (Demolition) અંગે ઓવૈસીએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા લખ્યું સરકારે સુપ્રીમ કોર્ટના આદેશોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું છે. તોડી પાડવામાં આવેલા કબ્રસ્તાન અને દરગાહને સરકારી રેકોર્ડમાં માન્યતા આપવામાં આવી હતી. સરકારે ક્યારેય તેમની માન્યતાને પડકારી નથી અને તાજેતરનું તોડી પાડવાનું કાર્ય કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કર્યા વિના કરવામાં આવ્યું હતું. તોડફોડની આ ઘટનાઓ એ પણ સાબિત કરે છે કે સરકાર વકફ બિલમાં સુધારો કરવા અને વકફ સામેના રક્ષણને નબળું પાડવા માંગે છે.

76 જેટલા સ્ટ્રક્ચરોને બૂલડૉઝરથી ધ્વસ્ત કરાયા

તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા યાત્રાધામ બેટ દ્વારકામાં મેગા ડિમૉલિશન (Demolition) ની કામગીરીમાં કરાઇ હતી. જેમાં ગેરકાયદે 76 જેટલા મકાનોને તોડી પડાયા હતા.આ ઉપરાંત અંદાજિત 6 કરોડથી પણ વધુની જમીનને ખુલ્લી કરાવાઇ હતી.બેટ દ્વારકામાં માત્ર 24 કલાકમાં 6 કરોડ 53 લાખની કિમતની જમીનને ખુલ્લી કરવાઇ હતી. તંત્ર દ્વારા અંદાજિત 76 જેટલા સ્ટ્રક્ચરોને બૂલડૉઝરથી ધ્વસ્ત કરાયા હતા.

 

 

Scroll to Top