Ahmedabad: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સનાતન ધર્મને લઈ વિવાદ થઈ રહ્યો છે.આજે પત્રકારની ગર્જનાદમાં જૂનાગઢ (Junagadh) થી લઈ સત્તાધાર સુધી આ વિવાદ અંગે ચર્ચા કરવામાં આવી. જેમા ગુજરાતના દિગ્ગજ પત્રકારો અને ન્યુઝ ચેનલના હેડ આ ચર્ચામાં આવી પોતાના વાત રજૂ કરી હતી.આ ચર્ચાનો હેતુ ન્યુઝરૂમ ગુજરાત થકી સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા મંદિરની ગાદીના વિવાદ અને ત્યાં થતા ભ્રષ્ટાચાર સામે અવાજ લાખો શ્રદ્ધાળુઓનો આવાજ બની સનાતન ધર્મને બચાવવા માટેનો અમારો એક પ્રયાસ. જૂનાગઢ અને ત્યારબાદ સત્તાધાર વિવાદનો અંત કંઈ રીતે આવી શકે તે અંગે વિવિધ સવાલો પર ચર્ચા થઈ હતી. આજના પત્રકારોના ગર્જનાદમાં રોનક પટેલ (ABP અસ્મીતા ચેનલના હેડ) જગદીશ મહેતા (હેડલાઈન -ન્યૂઝના ગૃપ એડિટર) જેવો સનાતન ધર્મને લાંચન લાગતી ઘટનાઓ પર બરીકાયથી નજર રાખતા હોય છે. જુનાગઢના વિવાદ પછી ગિરનારને સાફ કરવાની મુહિમ બે ધડક અનેક પુરાવાનો પદ્દાફાશ કરતા હોય છે.મયુર જાની (ધ ગુજરત ચેનલના હેડ) મયુર માકડિયા (ઈનપુટ હેડ કેપીટલ ન્યુઝ) ભાર્ગવ પરીખ (સિનિયર પત્રકાર) અને જિગ્ના રાજગોર સિનિયરપત્રકાર અને ઝાંચી ચેનલના ડારેક્ટર હાજર રહ્યા હતા.
શું કહ્યું રોનક પટેલે
સમગ્ર ધર્મમાં આવા પ્રકારનો વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ આજે લોકો ધર્મ ગુરુને ભગવાન માની રહ્યા છે. પરંતુ આવા ધર્મ ગુરૂને માત્ર ગુરુ તરીકે જોવા જોઈએ.વર્તમાન સમયમાં ગુરુ હવે બેજવાબદાર થઈ ગયા છે. ભગવા કપડા પહેરી અનેક પ્રકારના પાખંડ કરી રહ્યા છે. આવા ગુરૂથી લોકોએ ચાવચેત થઈ જવું જોઈએ. સાધુ સંતોને સાધુ સંત તરીકે જોવા જોઈએ. તે માત્ર વાહક છે ભગવાન નથી. વર્તમાન સમયમાં સાધુ સંતો પાસે મની પાવર વધી ગયો છે.આ પૌસાના કારણે સમગ્ર વિવાદ મંદિરોમાં થઈ રહ્યો છે. મંદિર થકી જે આવક થાય છે, ગૂરૂ જે જગ્યાની ગાદી પર બેઠા હોય તે પોતાનું જગ્યા માની લેશે. આ ખુબ જ ગંભીર મુદ્દો છે.તમે કોઈ મંદિરમાં જાવ છો તો તમે તમારી ઈચ્છાથી ત્યા પૈસા રાખતા હોવ છો. પરંતુ વર્તમાન સમયમાં આ પૈસાનો ગેર ઉપયોગ થઈ રહ્યો છે.
જૂનાગઢ વિવાદ પર શું કહ્યું
જૂનાગઢ (Junagadh) વિવાદ ખુબ જ દુ:ખદ છે. સમગ્ર જૂનાગઢનો વિવાદ ગાદીનો વિવાદ છે. જેમા વ્યવસ્થાને કારણે સ્થિતી બગડી છે. આ જગ્યાપર વ્યાભાચારીની ઘટના ન થવી જોઈએ. આ ઉપરાંત જે સાંધુ સંતો વ્યાભાચારી કરે છે તેને ગાદી આપવી જોઈએ નહીં. આને સંત નહીં પણ પાંખડી કહેવાઈ છે.જે સાંધુ સંતો વ્યાભાચારી અથવા મહિલા સાથે જોડાયેલા હોય તેવા સાંધુ સંતોને ગાદી આપવી ન જોઈએ.વર્તમાન સમયમાં સનાતન માટે સૌવથી મોટી સમસ્યાએ છેકે સાધુ સંતો આજે રાજકારણીઓને નમન કરવા લાગ્યા છે. મહેશગીરી ભગવા કપડા પહેરે પછી જ્યારે સાંસદ બને ત્યારે તે ભગવા કપડા ઉતારી નાખ્યા તે યોગ્ય નથી. મહેશગીરી (maheshgiri) ને સંત નહીં પરંતુ ભાઈ કહેવા જોઈએ.યોગી આદિત્યનાથ સાંસદ પહેલા સંત હતા છતા ભગવા કપડા પહેરી રાખ્યા છે.