રિવરફ્રન્ટ પર ફ્લાવર શોની શરૂઆત 1 જાન્યુઆરીથી મુખ્યમંત્રીના હસ્તે શુંભારભ થશે. જ્યારે આ વર્ષે ફ્લાવર શો જોવા માટે જનતાએ વધુ રૂપિયા ખુર્ચવા પડશે. ગયા વર્ષે આ ફ્લાવર શો જોવા માટે રૂ 50 રૂપિયા હતા. પંરતુ આ વર્ષે તેમાં 20 રૂપિયાનો વધારો કરી 70 રૂપિયા કરી નાખ્યો છે. જ્યારે શનિ રવિ માટે 75ના બદલે રૂ.100 રૂપિયા ફ્લાવર શો જોવા ચૂકવવા પડશે. ફ્લાવર શોનું આ વર્ષે ખાસ આયોજન કરવામાં આવશે. જેમાં પ્રકૃતિની થીમ તેમજ 61થી વધુ નવા સ્કલ્પચર રાખવામાં આવશે. આ ફ્લાવર શોની વિશેષતામાં 7 લાખથી વધુ રોપા અને 400 ફૂટની કેનેડિયન વોલ બનાવાવમાં આવશે. આ શો પાછળ 15.10 કરોડ ખર્ચનો અંદાજ કર્યો છે.
સવારે 9થી 10 અને રાત્રે 10થી 11 એમ બે કલાકનો સમય રખાયો
આ વખતે પહેલીવાર ફ્લાવર શૉમાં વીવીઆઈપી એન્ટ્રી રાખવામાં આવી છે. સવારે 9થી 10 અને રાત્રે 10થી 11 એમ બે કલાકના સમયગાળા દરમિયાન રૂ.500 એન્ટ્રી ફી રાખવામાં આવી છે. જે લોકો ભીડમાં આવવા ન માગતા હોય તેમના માટે આ સમયગાળો નક્કી કરાયો છે.
ક્યાથી મળશે ટીકિટ
દર વખતની જેમ આ વખતે પણ તમામ સિવિક સેન્ટર પરથી ટિકિટ મળી રહેશે. ઓનલાઈન પણ મળશે. આ સિવાય રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટરની સામેના ભાગેથી પણ ફિઝિકલ ટિકિટ મળશે.
ફ્લાવર શો સવારથી 9:00 થી રાતના 11:00 વાગ્યા સુધી ખુલ્લો રહેશે
મહાનગર પાલીકાના સત્તાધીશે આપેલી માહિતી અનુસાર ફ્લાવર શો સોમવારથી શુક્રવાર સુધીનો ટિકિટનો ભાવ 70 રૂપિયા છે. જ્યારે શનિવાર અને રવિવારે આ ટિકિટનો ભાવ 100 રૂપિયા રાખવામાં આવ્યો છે. મહાનગરપાલિકાએ ગત વર્ષે આ ફ્લાવર શોની ટિકિટ 50 રૂપિયા અને 75 રૂપિયા રાખવામાં આવ્યા હતા. આ ફ્લાવર શોનો સમય સવારથી 9:00 વાગ્યાથી રાતના 11:00 વાગ્યા સુધી ખુલ્લો રહેવાનો છે.