Ahmedabad: કોણ છે ‘મીનીબાંગ્લાદેશ’નો માસ્ટરમાઇન્ડ? કેવી રીતે ઊભુ કર્યું કરોડોનું સામ્રજ્ય જાણો…

Ahmedabad mastermind of Mini Bangladesh Know how lalla bihari built an empire

Ahmedabad News: પહલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાતમાં પાકિસ્તાનીઓને શોધવાની સાથે સાથે બાંગ્લાદેશી ઘૂષણખોરોને હાંકી કાઢવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર પોલીસ અને AMCના ઓપરેશન ક્લીન ચંડોળા હેઠળ હવે બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ સૌથી મોટી બુલડોઝર સ્ટ્રાઈક કરવામાં આવી છે. લલ્લા બિહારીએ પચાવી પાડેલી 2 હજાર વાર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. તંત્રએ લલ્લા બિહારીના ફાર્મહાઉસને જમીન દોસ્ત કરી દીધું છે. માહિતી અનુસાર, કાર્યવાહી પહેલા જ લલ્લા બિહારી ભાગી ગયો.

બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે સૌથી મોટી કાર્યવાહી
અમદાવાદ (Ahmedabad) ના શાહઆલમ પાસેનો ચંડોળા તળાવ (Chandola Lake) વિસ્તારમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારમાં 40 JCB અને AMC ના 60 ડમ્પર અને 1000થી વધુ પોલીસકર્મીઓની હાજરીમાં ડિમોલીશનની કામગીરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 150થી વધુ ઝુપડા તોડી પડાયા છે. પોલીસની હાજરીમાં ગેરકાયદે બાંધકામો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન મોટો ઘટસ્ફોટ થયો છે. ચંડોળા તળાવ વિસ્તારમાં બે લાખ રૂપિયામાં ઝુંપડા વેચવામાં આવતા હતાં.

લલ્લા બિહારીનું ફાર્મહાઉસ જમીન દોસ્ત
લલ્લા બિહારીએ પચાવી પાડેલી 2 હજાર વાર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. તંત્રએ લલ્લા બિહારીના ફાર્મહાઉસને જમીન દોસ્ત કરી દીધું છે. પાર્કિંગ માટેની જગ્યાને પચાવી પાડીને લલ્લા બિહારીએ ધીમે-ધીમે કબજો કરવાનું શરૂ કર્યું હતું. લલ્લા બિહારીએ ચંડોળા તળાવની જગ્યા પર આલિશાન ફાર્મહાઉસ બનાવ્યું હતું. ફાર્મ હાઉસના રૂમ્સ ગાર્ડન, ફુવારા, હીંચકા અને AC સહિતની સુવિધાઓથી સજ્જ હતા. ફાર્મહાઉસમાં બગીચો, મીની સ્વિમિંગ પુલ સહિતની સુવિધા ઉભી કરવામાં આવી હતી. હોલમાં સોફા રખાયા હતા, દિવાલો પર મોટિવેશનલ પોસ્ટર લાગ્યા હતા. કિચન, ચિલ્ડ્રન પ્લે એરિયા સહિતની સુવિધાઓ ઉભી કરી હતી. ફાર્મહાઉસના પાછળના ભાગેથી સીઝ કરેલી રિક્ષા જપ્ત કરવામાં આવી.

કોણ છે કુખ્યાત લલ્લા બિહારી?
મહેમુદ પઠાણ નામનો વ્યક્તિ લલ્લા બિહારી તરીકે ફેમસ હતો. લલ્લા બિહારીએ ચંડોળા તળાવ પાસેની જગ્યામાં આલિશાન ફાર્મહાઉસ ઉભું કર્યુ હતું. લલ્લા બિહારી ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો આપતો હતો. બાંગ્લાદેશના લોકોને જગ્યા ભાડે આપતો હતો. તે વ્યક્તિ દીઠ 10થી 15 હજાર રૂપિયા વસૂલતો હતો. પશ્ચિમ બંગાળના એજન્ટ થકી બાંગ્લાદેશીઓને લાવતો હતો. ગુજરાતના ખોટા દસ્તાવેજ બનાવી આપતો હતો. બોગસ ડોક્યુમેન્ટ, દસ્તાવેજના આધારે અમદાવાદના દસ્તાવેજ તૈયાર કરાવતો હતો. બાંગ્લાદેશી મહિલાઓનું શોષણ કરીને દેહ વ્યાપારમાં ધકેલતો હતો.


આ પણ વાંચોઃ Ahmedabad: અમદાવાદના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન, ચંડોળા વિસ્તારમાં 40 JCB, 60 ડમ્પર, 1000 પોલીસ કર્મી તૈનાત
આ પણ વાંચોઃ Ahmedabad: બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે મોટી કાર્યવાહી, બાંગ્લાદેશીઓના ઘરોના ગેરકાયદે વીજ જોડાણ કપાયા

આ પણ વાંચોઃ Pahalgam Terror Attack: ‘હિન્દુ-મુસલમાન અલગ અલગ થઇ જાઓ, કલમા પઢો કહી હિન્દુઓને મારી નાંખ્યા’, જુઓ Video


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp
Scroll to Top