Ahemedabad : ગ્રામ્ય પોલીસના DYSP અને PI 15 વર્ષે પણ મુખ્ય આરોપી ન પકડાતાં કોર્ટે કાર્યવાહી માટે આદેશ આપ્યો ?

Gujarat Police :અમદાવાદના અસલાલી વિસ્તારમાં રિવોલ્વરમાંથી ફાયરિંગ કરી હત્યાના પ્રયાસના એક કેસમાં મુખ્ય આરોપી ચરણસિંહ ઉર્ફે રાજુ ગણેશ પકોડી યાદવ 15 વર્ષો બાદ પોલીસ પકડમાં આવ્યો હતો. ત્યારબાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટના એડિશનલ સેશન્સ જજ પી.એમ.સયાણીએ પોલીસની કાર્યપદ્ધતિ અને ફરજ નિષ્ઠાને લઈ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે અમદાવાદ રૂરલ ડીવાયએસપી નીલમ ગોસ્વામી અને અસલાલી પીઆઈ એન.એચ.સવસેટાનો ઉધડો લઈ બંને વિરૂદ્ધ શિસ્તભંગના પગલાં લેવા માટે રાજયના ગૃહ વિભાગને હુકમ કર્યો હતો.

Scroll to Top