Ahmedabad જિલ્લાના બગોદરા શહેરમાં રવિવારની મોડીરાત્રે એક હ્રદયવિદારક ઘટના સામે આવી છે, જ્યાં Dholka ના મૂળ નિવાસી એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા પી સમૂહ આપઘાત કરી લીધો. ઘટના બગોદરા એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકની લહેર છવાઈ ગઈ છે.
મૃતકોમાં પતિ વિપુલ વાઘેલા, તેમની પત્ની સોનલ અને ત્રણ સંતાન – સિમરન, મયુર અને પ્રિન્સીનો સમાવેશ થાય છે. તમામે ઝેરી દવા ગટગટાવી મોતને આવકારી લીધું હતું. પરિવારે આપઘાત કેમ કર્યો તેની પાછળના કારણો સ્પષ્ટ થયા નથી, જોકે આર્થિક તંગી અને જીવન ગુજારવાની મુશ્કેલીઓ કારણે આ પગલું લેવાયું હોવાની આશંકા છે.
આ પણ વાંચો – Gopal Italia ને ધમકી બાદ ફરી ડેરી સામે બાયો ચડાવી?
Ahmedabad : વિપુલ વાઘેલા રિક્ષા ચલાવી પરિવાર ચલાવતા હતા અને લગભગ એક મહિનો પહેલાં ધોળકાથી બગોદરા રહેવા આવ્યા હતા. સ્થાનિકોની જાણ મુજબ તેઓ શાંત અને મીઠા સ્વભાવના વ્યક્તિ તરીકે ઓળખાતા હતા. ઘટનાની જાણ થતાં બગોદરા પોલીસ મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચી અને આગળની તપાસ શરૂ કરી. પાંચેય મૃતદેહોને પીએમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.