Ahemedabad City Police : શહેરમાં થોડા સમય પહેલા જ એવી ઘટના બની કે જેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા. વસ્ત્રાલ વિસ્તારમાં બનેલી એ ઘટના બાદ ગુજરાત ભરમાંથી લુખ્ખાઓ, બુટલેગરો અને અસામાજિક તત્વોની યાદી સામે આવી અને અચાનક પોલીસ અધિકારીઓની બદલીઓ આવી હતી. જોકે હવે ફરી એક વખત અમદાવાદ શહેર પોલીસ (Ahemedabad City Police) માં કોન્સ્ટેબલોની બદલીઓ આવી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ટ્રાફિક વિભાગમાં બદલીઓ
અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તરામાં અસામાજિક તત્વોના આતંક બાદ શહેરમાં અચાનક લગભગ 20 જેટલા PI કક્ષાના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ ફરી એક વખત અમદાવાદ શહેરમાં પોલીસ કોન્સ્ટેબલોની બદલીઓ સામે આવી છે. શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિક દ્વારા અમદાવાદ શહેરમાંથી 38 પોલીસકર્મીઓની ક્રાઈમ બ્રાન્ચ અને ટ્રાફિક વિભાગમાં બદલીઓ કરવામાં આવી છે. આ અનાંતરિક બદલીઓમાં 29 પોલીસ કોન્સ્ટેબલોની ક્રાઈમ બ્રાન્ચ ખાતે અને 9 પોલીસ કોન્સ્ટેબલોની ટ્રાફિક વિભાગમાં બદલીઓ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગરમાં એક સાથે 215 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરી
સુરેન્દ્રનગર જિલ્લ્માંથી અસામાજિક તત્વોની યાદી સામે આવતા જ જિલ્લા પોલીસ વડાએ તત્કાલ બદલીઓ ના આદેશ આપ્યા હતા. સુરેન્દ્રનગરમાં અચાનક 215 પોલીસ કર્મીઓની બદલી કરતા પોલીસ બેડામાં પણ ફફડાટ જોવા મળ્યો હતો. જોકે હજુ પણ અધિકારીઓની બદલી થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.