Ahmedabad Police: Nirma University માં ભણતી એક વિદ્યાર્થીની 7 મિનિટની રેપિડો રાઈડ બાદ Rapido રાઈડર દ્વારા સતત દ્વીઅર્થી મેસેજીસથી વિદ્યાર્થીનીને પરેશાન કરવામાં આવતા હતા. વિદ્યાર્થીનીએ પોલીસમાં ફરિયાદ કરી પરંતુ 4 દિવસ સુધી કોઈ જ એક્શન લેવામાં ન આવ્યું. અંતે પોલીસે એવું કહ્યું કે આ ગુનો સોલા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. અને આ કેસ અંતે સોલા પોલીસને સોંપાયો.
15 મેના રોજ નીરમા યુનિવર્સિટીમાં ભણતી એક વિદ્યાર્થીની 7 મિનિટની રેપિડો રાઈડ લઈ યુનિવર્સિટી એ ભણવા પહોંચી એ બાદ તેની સાથે અણછાજતું વર્તન કરવામાં આવ્યું. રેપિડો રાઈડ પૂર્ણ થઈ ગયા બાદ પણ રેપિડો રાઈડર દ્વારા દ્વારા સતત દ્વીઅર્થી મેસેજ કરવામાં આવ્યા. આ મેસેજીસથી કંટાળી વિદ્યાર્થીનીએ Chandkheda Police Station માં ફરીયાદ નોંધાવી. ફરિયાદ નોંધાયાના 4 દિવસ સુધી કોઈ જ કોર્યવાહી કરવામાં આવી ન હતી. પછી મહિલા સુરક્ષાનો મુદ્દો ઉછળી આવતા 5મા દિવસે પોલિસે વિદ્યાર્થીનીને બોલાવી 3 કલાક સુધી તેનું નિવેદન લીધું હતું. ત્યારબાદ એવું કીધું કે આ ગુનો Sola Police Station ની હદમાં આવે છે.
આ પણ વાંચો – Gondal Police: દિનેશ પાતર અને પિયુષ રાદડિયા પર થર્ડ ડિગ્રી?
આ પણ વાંચો – Amreli પોલીસ પર હવે વિશ્વાસ કેમ કરવો પોલીસ જ સરકારી ગાડીમાં કરે છે દારૂની હેરાફેરી ?
આ બાદ ઝોન 2 DCPએ આ કેસ જલ્દી સોલા પોલીસ સ્ટેશનને સોંપવાનો હુકમ કર્યો. જોકે રાત સુધી સોલા પોલીસને કોઈ જ કાગળીયા સોંપવામાં આવ્યા ન હતા. પોલીસની આવી મંદ ગતિની કાર્યવાહીના ત્રાસથી પીડિત વિદ્યાર્થીનીની મંગળવારે રાત્રે અગાઉ બુક કરાવેલી ટ્રેન હોવાથી તે મૂળ વતન પંજાબ જવા માટે રવાના થઈ ગઈ. ગુજરાત પોલીસ કે જે મહિલા સુરક્ષાની વાતો કરે છે એ એક વાર ફરી નિષ્ફળ થઈ. હજુ પણ આ રેપિડો રાઈડર ખુલ્લેઆમ ફરે છે.