Ahemdabad Police: અમદાવાદ પોલીસને મળી મોટી સફળતા, નશાના ઇન્જેક્શ પહોંચાડતા શખ્સની ધરપકડ

Ahemdabad Police:  અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિકે જેસીપી સેક્ટર 02, જયપાલ સિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર, ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા યુવાધન નશાના કારોબારના કારણે બરબાદ થતું હોય છે. શહેરમાં પ્રવેશતા નશાકારક પદાર્થો શોધી, નાર્કોટિક્સના કેસો શોધી કાઢવા અને તાજેતરમાં 31 મી ડિસેમ્બરનો તહેવાર આવતો હોઈ ત્યારે નશાકારક પદાર્થો શહેરમાં આવતા અટકાવવા અમદાવાદ શહેરના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવે છે.

હાલમાં નશાકારક પદાર્થો પકડી પાડવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. લોકો નશો કરવા માટે નવા નવા નુસખાઓ અપનાવતા હોય છે. ગુન્હેગારો પણ નશો કરનારની માંગ મુજબ નશા કારક ઝેરી વસ્તુઓ પણ વહેંચવા માંડતા હોય છે.અમદાવાદ શહેર જેસીપી સેક્ટર 02, જયપાલ સિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર, ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા ઈસનપુર વિસ્તારમાં રાખવામાં આવેલ ખાસ કોમ્બિંગ તથા વાહન ચેકીંગ દરમિયાન પોલીસ ટીમને માહિતી મળેલ કે,ચંડોળા વિસ્તારમાં સોહિલ શેખ નામનો ઈસમ બાળકોને તથા નશો કરતા ઈસમોને નશા માટે ઇન્જેક્શનો વહેંચે છે.

ઈસમોને નશા માટે ઇન્જેક્શનો વહેંચે છે

મળેતી માહિતી આધારે જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ.જાડેજા, ડી સ્ટાફના પીએસઆઇ આર.બી. તેલે તથા સ્ટાફના હે.કો. પ્રદીપભાઈ, એઝાઝ હુસેન, પો.કો. રોહિતસિંહ, માનસંગ, દીપકભાઈ, સહિતની પોલીસ ટીમ દ્વારા અમદાવાદ શહેરમાં ચાલતા ખાસ ચેકીંગ દરમિયાન શાહ આલમ વિસ્તારમાં મોકલી, પોલીસ ટીમ વોચમાં રહેતા, નાના બાળકને ઇન્જેક્શન વહેંચતા આરોપી સોહેલ સલીમભાઈ શેખ ઉવ. 22 રહે. કર્ણાવતીની ચાલી, અમ્મા મસ્જિદની સામે, શાહ આલમ, ઈસનપુર, અમદાવાદની ધરપકડ કરી, તેના કબ્જામાંથી એવિલ ઇન્જેક્શન Avil injection ની વાઇલ (બોટલ) નંગ 56 તથા નિડલ સાથેની સિરીંજ 44 કુલ કિંમત રૂ. 6,040 નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી સોહેલ સલીમભાઈ શેખ રહે. ઈસનપુર, અમદાવાદ વિરુદ્ધ ઈસનપુર પોલીસ સ્ટેશનના પો.કો. એઝાઝહુસેન સાબિરહુસેન દ્વારા સરકાર તરફે ફરિયાદી થઈ, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ કલમ 77, 78 તથા મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ ની કલમ 30 મુજબ ગુન્હો નોંધવામાં આવેલ છે.

6,040 નો મુદામાલ કબજે કરવામાં આવ્યો

પકડાયેલ આરોપી સોહેલ સલીમભાઈ શેખની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, પકડાયેલ આરોપી કલીમ ઉર્ફે ભૈયાની પત્ની નાઝિયા પઠાણ ઇન્જેક્શન વહેંચવાના પાંચસો રૂપિયા મજૂરી આપતા હોવાની અને આ ઇન્જેક્શન અને સિરીંજનો જથ્થો બાપુનગર ઈન્ડિયા કોલોની કર્ણાવતી ફાર્મા ના માલિક હાર્દિક પટેલ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરવામાં આવેલ. જેના આધારે ઈસનપુર પોલીસ ટીમ દ્વારા બાપુનગર ખાતે રહેતા હાર્દિક કાંતિલાલ ઝાલાવાડિયા (પટેલ) ઉવ. 29 રહે. F/204, રોયલ સિટી ફ્લેટ, શ્રી રામ ચોક પાસે, નિકોલ, અમદાવાદને પણ પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ ઇન્જેક્શન એલર્જીની સારવાર માટે થાય છે અને તેમાં શામક હોય છે.

જુવેનાઇલ જસ્ટિસ એક્ટ તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો

ઈસનપુર પોલીસ દ્વારા સઘન ચેકીંગ દરમિયાન મળેલ બાતમી આધારે આરોપી સોહિલ શેખને પકડી પાડી, એવિલ ઇન્જેક્શન ને નશાકારક પદાર્થ તરીકે ઉપયોગ કરતા પકડી પકડી પાડી, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ મુજબ ગુન્હો નોંધવામાં આવેલ છે. ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એસ.જાડેજા, પીએસઆઈ આર.બી. તેલે તથા સ્ટાફ દ્વારા આરોપીની ધરપકડ કરી, સઘન પૂછપરછ હાથ ધરી, આ પ્રકારની આ પ્રકારના ઇન્જેક્શન ક્યાંથી મેળવેલ છે અને કોણ કોણ ખરીદ કરતા હતા..? મુદ્દાઓ સબબ પોલીસ રિમાન્ડ ઉપર મેળવવા તજવીજ કરી, તે દિશામાં વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે. આ પ્રકારની નશાકારક ચીજ વસ્તુઓનું વેચાણ કરવા બાબતે કોઈ માહિતી હોય તો, ઈસનપુર પોલીસ અથવા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવા પોલીસની એક યાદીમાં જણાવવામાં આવે છે.

 

Scroll to Top