Ahmedabad પ્લેન દુર્ઘટનામાં આ પ્રત્યેકદર્શીને સાંભળો તમે પણ રડી પડશો
અમદાવાદમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું છે. જ્યારે એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરી રહ્યું હતું, ત્યારે તે અમદાવાદના મેઘાણીનગરમાં ક્રેશ થયું હતું. વિમાન દુર્ઘટના બાદ બધે અફડાતફડી મચી ગઈ હતી. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ફાયર બ્રિગેડ આગને કાબુમાં લેવામાં વ્યસ્ત છે. આ અકસ્માત એટલો મોટો હતો કે એર ઇન્ડિયાનું વિમાન આગનો ગોળો બની ગયું. આ વિમાનમાં 242 મુસાફરો હતા. અત્યાર સુધીમાં 133 મુસાફરોના મોત થયા છે. એર ઇન્ડિયાની આ ફ્લાઇટ અમદાવાદથી લંડન જઈ રહી હતી. વિમાનનો પાછળનો ભાગ કોઈ વસ્તુ સાથે અથડાઈ ગયો હતો, જેના કારણે આ અકસ્માત થયો. વિમાનમાં ભીષણ આગ લાગી છે. બધું ધુમાડામાં ફેરવાઈ ગયું છે. આ વિમાન દુર્ઘટનામાં ઘણા લોકોના મોતની આશંકા છે.
ત્યારે ત્યાના લોકો કે જે લોકોએ પોતાની નજરે આ ક્રેશ જોયું હતું. એ લોકો સાથે વાત કરતા તે લોકો એ જણાવ્યું કે ખુબ મોટા ધડાકાનો અવાજ આવ્યો અને પછી ખબર પડી કે પ્લેન ક્રેશ થયું.દ્રશ્ય ખુબ ભયાનક હતું.
આ પણ વાંચો-Ahmedabad Air India Crash : સૌથી મોટા દુખ:દ સમાચાર, પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન, VIDEO