Ahmedabad Plane Crash: WSJ ના અહેવાલમાં મોટો ઘટસ્ફોટ

Ahmedabad Plane Crash

Ahmedabad Plane Crash ને લઈને વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ)ના અહેવાલ મુજબ, વિમાનના કેપ્ટન સુમિત સભરવાલે ઉડાન દરમિયાન એન્જિન માટેનો ઈંધણ પુરવઠો જાતે જ બંધ કરી દીધો હતો. આ ઘટનાની વિગતો દુર્ઘટનાની તપાસ કરી રહેલા અમેરિકી અધિકારીઓની પ્રારંભિક તપાસના આધારે સામે આવી છે.

વિમાનના સહ-પાયલોટ Clive Kunder એ, કે જેઓ 3,403 કલાકનો ઉડાન અનુભવ ધરાવે છે, તેમણે કેપ્ટન Sumit Sabharwal ને આ પગલું માટે તરત જ પ્રશ્ન કર્યો હતો: “તમે ફ્યુઅલ સ્વીચ ‘કટઓફ’ સ્થિતિમાં કેમ મૂક્યો?” શબ્દોમાં આશ્ચર્ય અને ગભરાટ સ્પષ્ટ દેખાયો હતો, જ્યારે કેપ્ટન સભરવાલ શાંત રહ્યા. કેપ્ટન સુમિત સભરવાલ, જે Air India ના સિનિયર પાયલટ છે, તેમને કુલ 15,638 કલાકનો ઉડાનો અનુભવ હોવાનું જણાયું છે. છતાં, તેમના આ નિર્ણયને કારણે વિમાનના એન્જિનને ઈંધણ મળવાનું બંધ થયું હોવાની શક્યતા આધિકારીઓ દ્વારા શોધાઈ રહી છે.

Ahmedabad Plane Crash

આ પણ વાંચો – Surat: દીકરીને ન્યાય અપાવવા વિશાળ કેન્ડલ માર્ચ

હાલ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નથી આવી

Ahmedabad Plane Crash બાદ અહેવાલ મુજબ, AAIB (એઅર એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો), DGCA (ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન), નાગરિક હવાઈ પરિવહન મંત્રાલય, બોઇંગ કંપની કે એર ઇન્ડિયાની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. આ ઘટના તપાસ હેઠળ છે અને પુષ્ટિ થઈ શકે તેવા વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.

Scroll to Top