Ahmedabad Plane Crash: વિમાન દુર્ઘટનાનું સાક્ષી, બ્લેક બોક્સ!

Ahmedabad Plane Crash

 

પ્લેન ક્રેશ થયા બાદ તેનું બ્લેક બોક્સ નહીં મળતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ બ્લેક બોક્સ શોધવા એ કામે લાગી હતી. આખી ઘટનાના 28 કલાક બાદ એટલે કે શુક્રવારે સાંજે પાંચ વાગ્યે મેસની દિવાલમાં ફસાયેલા ફ્લાઈટના પાછળના હિસ્સામાંથી બ્લેક બોક્સ મળી આવ્યું હતું. જે કેસરી રંગનું બ્લેક બોક્સ સેન્ટ્રલ IBના અધિકારીઓએ તપાસ માટે લઈ ગયા ગયા છે.

જ્યારે કોકપીટમાં રહેલા બ્લેક બોક્સની શોધખોળ હજુ પણ યથાવત છે. આ બ્લેક બોક્સ હાથમાં આવતાની સાથે જ આ પ્લેનની અંતિમ એ 60 સેકન્ડમાં શું થયું હતું, એ તમામ વાત એ સામે આવશે. જો કે એક તપાસની અંદર એ પણ વાત છે કે લગભગ ચાર થી પાંચ અઠવાડિયા સુધીનો સમય આ બ્લેક બોક્સની અંદરથી માહિતી સામે આવતા થાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.

આ બ્લેકબોક્સ તપાસ એટલા માટે જરૂરી છે કારણ કે છેલ્લી ક્ષણોમાં આપેલો એ સંદેશ કે જે એ પ્લેન ક્રેશ થયું એ દુર્ઘટના દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર અને પ્લેનમાંથી જે કંઈ પણ અવાજ આવ્યા છે, જે અહીંયા સુધી નથી પહોંચ્યા એ પ્લેનના કોકપેટની અંદર એટલે કે પાયલોટ જે જગ્યાએ બેસે છે, ત્યાં આવેલા બ્લેક બોક્સની અંદર રેકોર્ડ થયેલા છે. જેટલું મહત્વ એ પ્લેનના પાછળના ભાગમાંથી મળેલા એ બ્લેક બોક્સનું છે એના કરતાં પણ વધારે મહત્વ પ્લેનના કોકપેટની અંદરથી જે બ્લેકબોક્સનું છે.

આ પણ વાંચો – Ahmedabad Plane crash દુર્ઘટના બાદ Black Box કેમ સૌથી મહત્વનું, તેમાં શું હોય છે?

Scroll to Top