Ahmedabad Plane Crash : પ્લેન ક્રેશના આખરી 55 સેંકડ જુઓ CCTV કઈ રીતે બની દુર્ઘટના
અમદાવાદમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું હતું. જ્યારે એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરી રહ્યું હતું, ત્યારે તે અમદાવાદના મેઘાણીનગરમાં ક્રેશ થયું હતું. વિમાન દુર્ઘટના બાદ બધે અફડાતફડી મચી ગઈ હતી. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ફાયર બ્રિગેડ આગને કાબુમાં લેવામાં વ્યસ્ત છે. આ અકસ્માત એટલો મોટો હતો કે એર ઇન્ડિયાનું વિમાન આગનો ગોળો બની ગયું. આ વિમાનમાં 242 મુસાફરો હતા.
એર ઇન્ડિયાની આ ફ્લાઇટ અમદાવાદથી લંડન જઈ રહી હતી. વિમાનનો પાછળનો ભાગ કોઈ વસ્તુ સાથે અથડાઈ ગયો હતો, જેના કારણે આ અકસ્માત થયો. વિમાનમાં ભીષણ આગ લાગી છે. બધું ધુમાડામાં ફેરવાઈ ગયું છે. આ વિમાન દુર્ઘટનામાં ઘણા લોકોના મોતની આશંકા છે.આ દુર્ઘટનાની થોડી ક્ષણોનો વિડીઓ સામે આવ્યો છે.જેમાં કઈ રીતે પ્લેન ક્રેશ થયું એ દેખાય છે.
આ પણ વાંચો- Ahmedabad Plane Crash :Vijay Rupani નો લકી નંબર 1206 આજે વિજયભાઈને જ ભરખી ગયો!