12મી જૂનના રોજ Ahmedabad Plane Crash ના દિવસે બી. જે. મેડિકલ હોસ્પિટલ અને જીનીવા સ્કૂલના અધિકૃત ઈમેલ આઈડી પર એક મેઈલ આવે છે. આ મેલમાં દાવો કરવામાં આવે છે કે પ્લેન ક્રેશ એક અકસ્માત નહોતો. પરંતુ એક ષડયંત્ર હતું અને Ahmedabad Plane Crash ની સંપૂર્ણ જવાબદારી પણ ઈમેલ મોકલનાર દ્વારા લેવામાં આવે છે. ત્યારે પોલીસને આ ઈમેલની જાણ થઈ ત્યારબાદ તેઓએ પોતાની તમામ તંત્રોના સહારે તપાસ શરૂ કરી અને ઈમેલ મોકલનાર વ્યક્તિને પકડવાના પ્રયત્નો હાથ ધર્યા. આખરે તપાસમાં સામે આવ્યું કે ઈમેલ ચેન્નઈની રહેવાસી રેની જોસિરડા નામની યુવતી દ્વારા મોકલવામાં આવ્યો હતો. જેણે એન્જિનિયરિંગ અને રોબોટિક્સમાં અભ્યાસ કર્યો હશે તેણે IT તથા AI માં ઊંડું જ્ઞાન ધરાવે છે.
આ પણ વાંચો – Visavadar: ક્યાં બાજી પલટાઈ ઈટાલિયાને ક્યાં લીડ મળી?
તપાસમાં જાણવા મળ્યું છે કે આ યુવતી અત્યાર સુધીમાં 100 થી વધુ ધમકી ભર્યા મેઈલ કરીને પોલીસને સતત દોડતી રાખી છે. તેમણે ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ, દિલ્હી, તમિલનાડુ, રાજસ્થાન, કર્ણાટક, કેરળ, તેલંગાણા અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી ભર્યા ઈમેલ મોકલ્યા હતા. આ ઉપરાંત તેણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, બીજે મેડિકલ કોલેજ વિવિધ શાળાઓ અને હોસ્પિટલોને ઉડાવી દેવાની ધમકી પણ આપી છે.
આ સમગ્ર કાવતરા પાછળનું કારણ એક તરફી પ્રેમ હતું. યુવતી પોતાના સાથી કર્મચારીને પ્રેમ કરતી હતી અને એક દિવસ તેને પ્રપોઝ પણ કર્યું હતું. પરંતુ યુવકે તેને પ્રેમનો ઇઝહાર નકારી દીધો અને બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા. આથી યુવકને સબક શીખવવાનો ઈરાદો રાખીને યુવતીએ એક ષડયંત્ર રચ્યું. તેણે ફેક ઈમેલ આઈડી બનાવી જુદા જુદા VPN વર્ચ્યુઅલ નંબર અને હાર્ડવર્ક વેબનો ઉપયોગ કરીને અલગ અલગ રાજ્યોમાં અંદાજે 100 જેટલા બોમ્બ વિસ્ફોટની ધમકી ભર્યા મેઈલ મોકલ્યા હતા. આખરે પોલીસે ચેન્નઈથી યુવતીને ઝડપીને તેની પૂછપરછ શરૂ કરી છે