Ahmedabad Plane Crash: અત્યાર સુધી આટલા DNA થયા મેચ

Ahmedabad Plane Crash

Ahmedabad Plane Crash દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે DNA Sampling અને મેચીંગની કાર્યવાહી કરાયા બાદ મૃતદેહો સોંપવામાં આવી રહ્યા છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 92 મૃતકોનાં DNA સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 47 મૃતદેહ પરિવારજનો સોંપાયા છે, એવું અમદાવાદ સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના પ્રાધ્યાપક ડૉ. રજનીશ પટેલે આજે સવારે મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું. ડિયા બ્રીફિંગમાં વધુમાં જણાવાયું હતું કે અન્ય 08 પરિજનોને આગામી બે કલાકમાં તેમના સ્વજનના નશ્વર દેહને સોંપવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં હાલ 13 ના પરિજનો હાજર છે, જેઓને તેમના સંબંધીઓના પાર્થિવ દેહ સન્માનભેર આપવામાં આવશે. વધુ 87 પરિજનોનો સંપર્ક કરવામાં આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે 12 પરિવારો એવા છે, જેમના અન્ય સંબંધીઓના DNA મેચિંગનું પરિણામ મળ્યા બાદ તેઓ પાર્થિવ દેહને એકસાથે સ્વીકારવાના છે, જ્યારે 11 પરિવાર કુટુંબીજનો સાથે ચર્ચા કરીને મૃતદેહ સ્વીકારવા આવવાના છે. 16 જૂનના રોજ સવારે 9.30 કલાક સુધીમાં કુલ 47 મૃતદેહ સોંપાયા, એમાં ખેડા, અમદાવાદ, બોટાદ, મહેસાણા, ભરૂચ, અરવલ્લી, વડોદરા, જૂનાગઢ, આણંદ, મહીસાગર, ગાંધીનગર અને ભાવનગર જિલ્લાનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં 12 મી જૂને એર ઇન્ડિયાનું લંડન જઇ રહેલુ AI171 વિમાન મેધાણીનગરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી ઓળખની કામગીરી અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડો. રજનીશ પટેલે આજે સવારે 9.30 કલાકે મીડિયા બ્રીફિંગ દરમિયાન આ માહિતી આપી હતી.

DNA સેમ્પલ મેચ થયા છે તે પાર્થિવદેહ પરિવારજનોને સન્માનપૂર્વક સોંપવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દરેક મૃતકના પરિવાર માટે એક અલાયદી ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમમાં એક વરિષ્ઠ અધિકારી, પોલીસકર્મી અને એક પ્રોફેશનલ કાઉન્સેલરનો સમાવેશ થાય છે.

Ahmedabad Plane Crash બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પર DNA સેમ્પલ મેચ થયા બાદ મૃતદેહ કોફિનમાં પેક કરી, જરુરી દસ્તાવેજો સ્થળ પર જ આપીને મૃતકોના ઘર સુધી મૃતદેહ પહોંચાડવાની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ પર 170 કોફિન પણ તૈયાર રાખવામાં આવી છે. પૂર્વ CMના નિધન બાદ આજે ગુજરાતમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. તમામ બિલ્ડિંગ પર આજે રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.

આ પણ વાંચો – Ahmedabad Police: તમારી વસ્તુઓ કેવી રીતે મળશે?

ગઈકાલે સમગ્ર દેશને શોકમગ્ન કરનારી અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghavi એ માહિતી આપી હતી કે અત્યાર સુધીમાં 86 મૃતદેહોનાં DNA મેચ થયા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર લખ્યું કે, બપોરે 1 વાગ્યા સુધીમાં 42 અને સાંજે 6 વાગ્યા સુધીમાં 86 DNA મેચ થયા છે. તેમણે જણાવ્યું કે, પીડિતોની ઓળખ કરવામાં પ્રક્રિયા હાલ પણ ચાલુ છે. અમારી સંવેદના પરિવારો સાથે છે.

Ahmedabad Plane Crash DNA SAMPLING

જણાવી દઈએ કે, જેમ DNA ટેસ્ટની (DNA Test) પ્રક્રિયા પૂર્ણ થઈ રહી છે Ahmedabad Plane Crash માં મૃતકોનાં પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. ગઈ કાલ સાંજનાં 6 સુધી કુલ 86 DNA મેચ થયાની સત્તાવાર પુષ્ટી થઈ છે. છેલ્લા કેટલાક કલાકોથી પરિવારજનો DNA મેચ માટે રાહ જોઈ રહ્યા હતા. જો કે, હજું પણ કેટલાક DNA મેચ કરવાની કામગીરી ચાલી રહી છે. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્ય પોલીસ (Gujarat Police), મેડિકલ ટીમ, ફોરેન્સિક ટીમ, NDRF સહિતના તમામ વિભાગોની કામગીરીને બિરદાવી છે.

Ahmedabad Plane Crash

36 સમર્પિત ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ દ્વારા કરવામાં આવી રહેલું કાર્ય ખરેખર નોંધપાત્ર છે. આવું જ એક ઉદાહરણ એક ફોરેન્સિક નિષ્ણાતનું છે જેમની માતા હાલમાં પોતાના જીવન માટે લડી રહી છે, માત્ર 20% હૃદય કાર્ય કરી રહી છે, અને તાત્કાલિક સર્જરી માટે સુનિશ્ચિત થયેલ છે. વ્યક્તિગત મુશ્કેલીઓ છતાં, આ નિષ્ણાત DNA પરીક્ષણના પ્રયાસો માટે પ્રતિબદ્ધ છે. વધુમાં, ટીમમાં 8 મહિલા નિષ્ણાતો 3 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકોની માતા છે. તેમના નાના બાળકોની સંભાળ રાખવાના પડકારો હોવા છતાં, તેઓએ તેમના પરિવારની જરૂરિયાતોને બાજુ પર રાખીને હાથ પરના મહત્વપૂર્ણ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમની નિઃસ્વાર્થતા અને ફરજ પ્રત્યેનું સમર્પણ તેમની વ્યાવસાયિકતા અને કરુણાનો પુરાવો છે. અમે આ અજાણ્યા નાયકોને સલામ કરીએ છીએ જેઓ, તેમના વ્યક્તિગત સંઘર્ષો છતાં, દુર્ઘટનાથી પ્રભાવિત પરિવારોને નજીક લાવવા માટે દિવસ-રાત અથાક મહેનત કરી રહ્યા છે.

Scroll to Top