Ahmedabad Plane Crash: PM MODI દુર્ધટના સ્થળની મુલાકાતે પહોંચ્યા

PM MODI
Ahmedabad Plane Crash: PM MODI દુર્ધટના સ્થળની મુલાકાતે પહોંચ્યા

અમદાવાદમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું છે. જ્યારે એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરી રહ્યું હતું, ત્યારે તે અમદાવાદના મેઘાણીનગરમાં ક્રેશ થયું હતું. વિમાન દુર્ઘટના બાદ બધે અફડાતફડી મચી ગઈ હતી.  આ અકસ્માત એટલો મોટો હતો કે એર ઇન્ડિયાનું વિમાન આગનો ગોળો બની ગયું. આ વિમાનમાં 242 મુસાફરો હતા. એર ઇન્ડિયાની આ ફ્લાઇટ અમદાવાદથી લંડન જઈ રહી હતી. વિમાનનો પાછળનો ભાગ કોઈ વસ્તુ સાથે અથડાઈ ગયો હતો, જેના કારણે આ અકસ્માત થયો. વિમાનમાં ભીષણ આગ લાગી છે. બધું ધુમાડામાં ફેરવાઈ ગયું છે. આ વિમાન દુર્ઘટનામાં 241 લોકોના મોતની આશંકા છે.

અમદાવાદ પ્લેન ક્રેશને લઈને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચી ચૂક્યા છે. અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમને રિસીવ કરવા માટે પહોંચ્યા હતા. જો કે ત્યાંથી તેઓ સીધા જ  અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ચૂક્યા છે. જો કે બીજી તરફ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમ મૃદ્દે જે આપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ અમદાવાદ એરપોર્ટ પરથી સીધા જ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે તેઓ પહોંચી ચૂક્યા છે.

આ પણ વાંચો-Ahmedabad Plane Crash પહેલા મુસાફર Akash Vatsa એ ટ્વીટ કરી જાણકારી આપી હતી કે વિમાન થઈ શકે છે ક્રેશ!

 

Scroll to Top