Ahmedabad Plane Crash PM MODI સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારને મળ્યા
અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશની જે દુર્ઘટના બની એ દુર્ઘટનાને લઈને આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરું સિવિલ હોસ્પિટલ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફિલો અત્યારે અહીંયાથી જઈ રહ્યો છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સાથે ભૂપેન્દ્ર પટેલ પણ આપને નજરે દેખાઈ રહ્યા છે. આપ જોઈ શકો છો આગળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠા છે. પાછળ ગુજરાત રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ બેઠા છે. હોસ્પિટલમાં આવ્યા હતા ત્યાં જે ઘાયલો હતા તેમની મુલાકાત લીધી હતી.
પહેલા ઘટનાસ્થળની મુલાકાત લીધી ત્યારબાદ હવે સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. સિવિલ હોસ્પિટલથી સીધા દિલ્હી માટે રવાના થઈ ગયા છે. તાત્કાલિક જે સ્થિતિનો તાગ મેળવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પણ ગુરુવારે જે બપોરે અમદાવાદ એર ઇન્ડિયાનું જે પ્લેન ક્રેશ થયું હતું એ પ્લેન ક્રેશને લઈને દેશભરમાં અત્યારે ચકચાર મચી જવા પામી છે, કારણ કે 242 લોકોનું આ પ્લેન હતું અને 242 માંથી કેટલા લોકોના મોત થયા છે તેની પુષ્ટિ હજી કરવામાં નથી.
આ જે દુર્ઘટના સર્જાય હતી આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે. અને તેમના નિધન થતાની સાથે જ રાજકીય ગરમાઓ જોવા મળી રહ્યો છે. એવા સમાચાર મળે છે કે વિજયભાઈ રૂપાણી ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ એ આપણી વચ્ચે નથી રહ્યા, આ સમાચાર સાંભળતાની સાથે જ રાજકોટ સહિત દેશભરમાં લોકો એમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે એકઠા થયા હતા. પંજાબના નેતાઓએ વિજય રૂપાણીના ફોટાને પુષ્પાંજલિ આપી અને ત્યાં એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પણ વાંચો-Ahmedabad Plane Crash: PM MODI દુર્ધટના સ્થળની મુલાકાતે પહોંચ્યા