Ahmedabad Plane Crash : લંડનમાં રહેતા પતિ પાસે જતા હતા જયશ્રી બેનનું પણ દુર્ઘટનામાં અવશાન પામ્યા
અમદાવાદમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું છે. જ્યારે એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરી રહ્યું હતું, ત્યારે તે અમદાવાદના મેઘાણીનગરમાં ક્રેશ થયું હતું. વિમાન દુર્ઘટના બાદ બધે અફડાતફડી મચી ગઈ હતી. આ અકસ્માત એટલો મોટો હતો કે એર ઇન્ડિયાનું વિમાન આગનો ગોળો બની ગયું.
આ વિમાનમાં 242 મુસાફરો હતા. જેમાં અરવલ્લીના 3 લોકો પ્લેનમાં સવાર હતાં. જેમાં 1 મહિના પહેલા મોડાસા આવેલા જયશ્રી બેન ફરી લંડન જઈ રહ્યાં હતા. જેના 3 મહિના પહેલાં લગ્ન થયાં હતાં. તેઓ લંડન તેના પતિ પાસે જઈ રહ્યા હતા. આ ઉપરાંત નુસરતજહાં જેથરા પણ એ પ્લેનમાં સવાર હતાં.
આ પણ વાંચો- Ahmedabad Plane Crash : દુર્ઘટનામાં પોરબંદરનો પરિવાર 2 મહિલા અને 1 બાળક…