Ahmedabad Plane Crash પહેલા મુસાફર Akash Vatsa એ ટ્વીટ કરી જાણકારી આપી હતી કે વિમાન થઈ શકે છે ક્રેશ!

Ahmedabad Plane Crash
Ahmedabad Plane Crash પહેલા મુસાફર Akash Vatsa એ ટ્વીટ કરી જાણકારી આપી હતી કે વિમાન થઈ શકે છે ક્રેશ!

અમદાવાદમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું છે. જ્યારે એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરી રહ્યું હતું, ત્યારે તે અમદાવાદના મેઘાણીનગરમાં ક્રેશ થયું હતું. વિમાન દુર્ઘટના બાદ બધે અફડાતફડી મચી ગઈ હતી. આ અકસ્માત એટલો મોટો હતો કે એર ઇન્ડિયાનું વિમાન આગનો ગોળો બની ગયું. આ વિમાનમાં 242 મુસાફરો હતા.

એર ઇન્ડિયાની આ ફ્લાઇટ અમદાવાદથી લંડન જઈ રહી હતી. વિમાનનો પાછળનો ભાગ કોઈ વસ્તુ સાથે અથડાઈ ગયો હતો, જેના કારણે આ અકસ્માત થયો. વિમાનમાં ભીષણ આગ લાગી છે. બધું ધુમાડામાં ફેરવાઈ ગયું છે. આ વિમાન દુર્ઘટનામાં 242 લોકોના મોતની આશંકા છે.

આ દરમિયાન એક્સ પર અચાનક એક નામ ચર્ચામાં આપ્યું. જેનું નામ છે આકાશ વત્સ. આકાશ વત્સે પોતાના x હેન્ડલ પર દાવો કર્યો કે, હું એજ એ જ ફ્લાઈટમાં હતો જે અમદાવાદથી લંડન જઈ રહી હતી. ટેક ઓફના લગભગ બે કલાક પહેલા હું દિલ્હીથી અમદાવાદ એજ પ્લેનમાં આવ્યો હતો. મેં ફ્લાઈટમાં કેટલીક અસામાન્ય વસ્તુઓ પણ જોઈ હતી જેનો મેં એક વિડીયો પણ બનાવ્યો હતો, જેથી હું એર ઇન્ડિયાને ટ્વીટ કરી શકું.

આકાશે આ વિડીયો પણ શેર કર્યા અને વધુ માહિતી આપતા કહ્યું કે કૃપા કરીને મારો સંપર્ક કરો. મીડિયા સાથે વાત કરતા આકાશ વત્સે કહ્યું કે તે જ પ્લેનમાં કેટલીક વિચિત્ર વસ્તુઓ મેં નોટીસ કરી. આકાશે વિડીયો બતાવી અને અંદરની કેટલીક ખરાબ વસ્તુઓ છે તેનું વર્ણન પણ કર્યું. આકાશે એર ઇન્ડિયાની ફ્લાઈટની અંદર ખરાબ સ્થિતિનો વિડીયો પણ બનાવ્યો હતો આકાશનો દાવો છે.

ફ્લાઈટમાં ખૂબ જ વિચિત્ર પરિસ્થિતિ હતી ફ્લાઈટનું એસી કામ કરી રહ્યું ન હતું. પ્લેનની એવી સ્ક્રીન ટીવી અને રિમોટ પણ યોગ્ય રીતે કામ કરી રહ્યા ન હતા. જે જીવલેણ ઘટના પહેલાના પ્લેનની સ્થિતિ અંગે ચિંતા પણ ઊભી કરે છે.

 

આ પણ વાંચો-Ahmedabad Plane Crash : દુર્ઘટનાની સમીક્ષા કરી ગૃહમંત્રી અમિત શાહએ આપ્યું ક્રેશ થવાનું કારણ

Scroll to Top