-
Ahmedabadના ચંડોળા તળાવને મીની બાંગ્લાદેશ બનાવનાર લલ્લા બિહારીના દીકરાના 5 દિવસના રિમાન્ડ મંજૂર
-
ક્રાઈમ બ્રાન્ચે કુલ 43 ભાડાં કરાર અને 60 ભાડાં પહોંચ કબજે કરી
-
ચંડોળા તળાવમાં ગેરકાયદે મકાનો, દુકાન અને ગોડાઉન બનાવ્યા, સરકારી કર્મચારીઓની થશે તપાસ!
Ahmedabad Demolition News: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં મીની બાંગ્લાદેશ વસાવનાર લલ્લા પાઠણના પુત્ર ફતેહમોહંમદ મહેમુદ ઉર્ફે લલ્લા લાલા મોહમંદ પઠાણને ઝડપીને ક્રાઈમ બ્રાન્ચે પાંચ દિવસના રિમાન્ડ પર મેળ્વ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે કુલ 43 ભાડા કરાર અને 60 ભાડા પહોંચ કબજે કરી છે.
જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકી હુમલા પછી ગૃહરાજ્યમંત્રીના આદેશ બાદ અમદાવાદ પોલીસ દ્વારા ઓપરેશન ક્લિન સિટી શરૂ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અમદાવાદના ચંડોળામાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ પછી તેમના ગેરકાયદે બાંધકામો અને દબાણોને દૂર કરવામાં આવ્યા હતા.
પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી દરમિયાન નાના ચંડોળા તળાવના વિસ્તારમાં મીની બાંગ્લાદેશ વસાવનાર લલ્લા પઠાણ ભાગી છૂટ્યો છે. પણ, તેના પુત્ર ફતેહમોહંમદ મહેમુદ ઉર્ફે લલ્લા લાલમોહંમદ પઠાણ (ઉ.વ.39)ને પકડી લેવાયો હતો. ક્રાઈમ બ્રાન્ચે ફેતહમોહંમદના પાંચ દિવસના રિમાન્ડ ઉપર મેળવ્યો છે. આ ઉપરાંત કાવતરાના સુત્રધાર લલા પઠાણ તેનો પુત્ર ફતેમોહમદ પઠાણસ એહમદ શેખ, રેહનાબીબી અફઝલખાન પઠાણ, કુલનુબાનુ મોહમદઅજમલ શાહ સામે તળાવની જમીન પર બનાવેલા ઝૂંપડાને ખોટી રીતે ભાંડા વસૂલી આર્થિક લાભ મેળવવા માટે ક્રાઈમબ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.
ગેરકાયદેસર રહેણાંક મકાનોમાં વીજ કનેક્શન આપી તેના બિલોનો દુરૂપયોગ કરતા ફતેહમોહમદ પઠાણના મિલ્લતનગર ઢાળ પાસે આવેલા એ-વન બૂ્રૂસ ટ્રેડર્સ નામના સાવરણીના ગોડાઉનમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં 43 ભાડાં કરાર અને 60 ભાડા પહોંચ મળી આવી હતી. પોલીસે રિમાન્ડ અરજીમાં એવી શંકા દર્શાવી છે કે આરોપી તથા તેના પિતાની ગેરકાયદેસપર પ્રવતિમાં કોઈ સરકારી અધિકારી, કર્મચારી કે બીજા ઈસમોની સંડોવણી જાણવી જરૂરી હોવાથી પોલીસ કસ્ટડી રિમાન્ડની જરૂર છે.
માલિકીના જગ્યા ન હોવા છતાં ગેરકાયદે મકાન, દુકાન, ગોડાઉન બનાવીને ભાડે આપી હતી. ભાડા કરારમાં લાઈટ બીલની નકલો મુકી હતી. મકાન-દુકાનના કુલ 43 ભાડા કરાર મળી આવ્યા છે, તે તમામ ભાડૂઆતોની આરોપી ફતેહમોહમંદ પઠાણની હાજરીમાં પૂછપરછ જરૂરી છે.
આરોપીએ અને તેના પિતાએ બાંગ્લાદેશી ઘુસણખોર નાગરિકોને મકાન ભાડેથી આપ્યા તેના ભાડા કરાર બનાવવા માટે આધારકાર્ડ, પાનકાર્ડનો ઉપયોગ થયો છે તે બનાવવા કોઈ એજન્ટનો સંપર્ક કર્યો હોવાની બાબતે તપાસ કરવામાં આવી છે. છેલ્લા 20 વર્ષથી સરકારી જમીન ઉપર દબાણો કરી મકાનો, દુકાનો અને ગોડાઉનો ભાડે આપનાર પિતા-પુત્રએ કેટલી કમાણી કરી અને તેનું રોકાણ ક્યાં કરવામાં આવ્યું તેમજ આ પૈસા ક્યાં મોકલાયા તે દિશામાં પણ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરશે.