Ahmedabad: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સનાતન ધર્મને લઈ વિવાદ થઈ રહ્યો છે.આજે પત્રકારની ગર્જનાદમાં જૂનાગઢ (Junagadh) થી લઈ સત્તાધાર સુધી આ વિવાદ અંગે ચર્ચા કરવામાં આવી. જેમા ગુજરાતના દિગ્ગજ પત્રકારો અને ન્યુઝ ચેનલના હેડ આ ચર્ચામાં આવી પોતાના વાત રજૂ કરી હતી.આ ચર્ચાનો હેતુ ન્યુઝરૂમ ગુજરાત થકી સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા મંદિરની ગાદીના વિવાદ અને ત્યાં થતા ભ્રષ્ટાચાર સામે અવાજ લાખો શ્રદ્ધાળુઓનો આવાજ બની સનાતન ધર્મને બચાવવા માટેનો અમારો એક પ્રયાસ. જૂનાગઢ અને ત્યારબાદ સત્તાધાર વિવાદનો અંત કંઈ રીતે આવી શકે તે અંગે વિવિધ સવાલો પર ચર્ચા થઈ હતી. આજના પત્રકારોના ગર્જનાદમાં રોનક પટેલ (ABP અસ્મીતા ચેનલના હેડ) જગદીશ મહેતા (હેડલાઈન -ન્યૂઝના ગૃપ એડિટર) જેવો સનાતન ધર્મને લાંચન લાગતી ઘટનાઓ પર બરીકાયથી નજર રાખતા હોય છે. જુનાગઢના વિવાદ પછી ગિરનારને સાફ કરવાની મુહિમ બે ધડક અનેક પુરાવાનો પદ્દાફાશ કરતા હોય છે.મયુર જાની (ધ ગુજરત ચેનલના હેડ) મયુર માકડિયા (ઈનપુટ હેડ કેપીટલ ન્યુઝ) ભાર્ગવ પરીખ (સિનિયર પત્રકાર) અને જિગ્ના રાજગોર સિનિયરપત્રકાર અને ઝાંચી ચેનલના ડારેક્ટર હાજર રહ્યા હતા.
ધર્મના સ્થાનને કોર્મશિયલનો અડ્ડો બનાવી દિધો
ન્યુઝરૂમ ચાલુ કરવા બદલ ન્યુઝરૂમના એડિટરને અભિનંદન આપ્યા હતા. હું મારી જાતને મહાદેવનો પોઠિયો ગણુ છું. તેથી ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી મહાદેવ કહી બોલાવતા હતા.ધાર્મિક વ્યાખ્યા પ્રમાણે ગળામાં રૂદ્દાક્ષની માળા કંકુનો લાંબો ચાંદલ કરેલો હોવો જોઈએ.પ્રવર્તમાન જે વ્યાખ્યા છે તે મુજબનો હું ધાર્મિક નથી.કારણ કે આ બધા ક્રિર્યાકાંડ અને કર્મકાંડ છે.તમે કોઈપણ ભગવાનને માનતા હોવ, પંરતુ તેમણે આપેલા સિધ્ધાંત મજૂબ રહેવું જોઈએ.ધર્મના સ્થાનને કોર્મશિયલનો અડ્ડો બનાવી દિધો છે.બધા જ ધર્મ સંચાલકના ગાદી પતી એના માર્ગથી ચલિત્ર છે, એવું જનરલ ન કહી શકાય. મોટાભાગના મઠાધી પતી સંસાર છોડી સાધુ એટલે બન્યા છે કે, કારણ કે સંચારમાં સુખ ભોગવી શક્યા નથી તે ગાદી પતી બની સુખી માણી શકે. જ્યારે તમે ભગવા વસ્ત્રો ધારણ કરીલો ત્યારે સવાલોથી છૂટીં શકોછો. ભગવા વસ્ત્રો ધારણ કરી સામાન્ય રીતે ન કરી શકીયે તે ભગવા વસ્ત્રો પહેરી કરી શકાય છે.
ભગવામાં રહેલા સંચારી લોકો છે.
આશ્રમમાં આવતા પૈસાથી સેવાનું કામ કરવામાં આવતું.તેના કોઈ ઢંઢેરો પીટવામાં આવતા નહીં. લોકો પૈસા રામભરોસે આપતા. સંચાર છોડી દિધો હોય તો આ પૈસા અને ગાદીનો મોહ નહોવો જોઈએ.ગાદી મળવવા હરીફાઈ થઈ રહી છે.ભગવામાં રહેલા સંચારી લોકો છે.મહેશગીરી એકલા શું કામ? આ ખેલ આખા દેશમાં થઈ રહ્યો છે.નરસિંહ મહેતા, મીરબાઈ, સંત કબીર આધ્યાતમિક હતા.આ કોઈ લોકોએ મઠ ઉભા કર્યા નથી. સ્વ અને પરમને પામવા નિકળ્યા હતા.વ્યકિતપૂજા અને વ્યક્તિવાદ માંથી બહાર નિકળવું પડશે.નેતાઓ પગે લાગવા નહીં સેટીંગ કરવા જાઈ છે.સંતોએ રાજ્ય આશ્ર્યમાં ન જવું જોઈએ. રાજ્ય ધર્મના આશ્ર્ય ન હોય શકે. આ સનાતનનો મૂળ સિધ્ધાત છે.