AMC: અમદાવાદના ફ્લાવર શોમાં તોંતીગ ભાવ વધારો

અમદાવાદમાં દર વર્ષે રીવરફન્ટ પર AMC દ્વારા ફ્લાવર શોનું આયોજન કરૂ છું. પરંતુ આ વર્ષે અમદાવાદના ફ્લાવર શોમાં સામાન્ય વર્ગને જવું મુશ્કેલ બનવાનું છે. અમદાવાદ મહાનગરપાલિકાએ આ વર્ષે ફ્લાવર શોની ટિકિટના દરમાં વધારો કરવાનો નિર્મય કર્યો છે. AMCના આ ભાવ વધારા પછી લોકો મહાનગરપાલિકા પર રોષ ઠાલવી રહ્યા છે.

ફ્લાવર શો સવારથી 9:00 વાગ્યાથી રાતના 11:00 વાગ્યા સુધી ખુલ્લો રહેશે

મહાનગર પાલીકાના સત્તાધીશે આપેલી માહિતી અનુસાર ફ્લાવર શો સોમવારથી શુક્રવાર સુધીનો ટિકિટનો ભાવ 70 રૂપિયા છે. જ્યારે શનિવાર અને રવિવારે આ ટિકિટનો ભાવ 100 રૂપિયા રાખવામાં આવ્યો છે. મહાનગરપાલિકાએ ગત વર્ષે આ ફ્લાવર શોની ટિકિટ 50 રૂપિયા અને 75 રૂપિયા રાખવામાં આવ્યા હતા. આ ફ્લાવર શોનો સમય સવારથી 9:00 વાગ્યાથી રાતના 11:00 વાગ્યા સુધી ખુલ્લો રહેવાનો છે.

15 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો

ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ફ્લાવર શોમાં નવા નવા પ્રકલ્પો ઉમેરવામાં આવ્યા છે. જેમાં ફૂલોના સકલ્પચર, આઈકોનિક સકલ્પચર, ફ્લાવર બુકે અને ફ્લાવર વોલ જેવા અનેક આકર્ષણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બધાજ પ્રકલ્પો પાછળ અંદાજે 15 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ગત વર્ષે આ ખર્ચ 11 કરોડ રૂપિયાનો કર્યો હતો.

આ વર્ષે ફ્લાવર શોમાં સકલ્પચર આકર્ષણનું કેન્દ્ર બનશે

જો ગયા વર્ષે રીવરફન્ટ પર કરવામાં આવેલા ફ્લાવર શોમાં સરદાર વલ્લભ ભાઈ પટેલ, નવા સંસદ ભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્યમંદિરની અને વિક્રમ લેન્ડર-ચંદ્રયાન 3ની પ્રતિકૃતિ રાખવામાં આવી હતી.શોમાં ઓલમ્પિક, વડનગર તોરણની થીમથી મુખ્ય પ્રવેશદ્વાર બનાવાયો છે જ્યારે બાળકો માટેના કાર્ટૂન કેરેક્ટર, વાઇબ્રન્ટ ગુજરાત, પતંગિયા, સાત ઘોડાની પ્રતિકૃતિ, જેવી વિવિધ પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે.

Scroll to Top