Ahmedabad: લલ્લા બિહારીને સાથે રાખીને ક્રાઇમ બ્રાંચ કરશે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન

Ahmedabad Crime Branch will reconstruct the incident with Lalla Bihari

Ahmedabad News:  કુખ્યાત લલ્લા બિહારીને લઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ચંડોળા પહોંચી છે. લલ્લા બિહારીને સાથે રાખીને ક્રાઇમ બ્રાંચ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે.

ક્રાઇમ બ્રાંચન ટીમ લલ્લા બિહારીના ફાર્મ હાઉસમાંથી મળેલા ભાડા પાવતી અને ભાડા કરાર સહિતના પુરાવા અંગે તપાસ કરશે. લલ્લા બિહારી કેવી રીતે આખું ઓર્ગેનાઈઝ્ડ નેટવર્ક ચલાવતો હતો ક્રાઈમ બ્રાન્ચ તેની પણ તપાસ થશે.

ઉલ્લેખનીય છે કે ચંડોળા તળાવને મીની બાંગ્લાદેશ બનાવનાર કુખ્યાત ભૂમાફિયા લલ્લા બિહારીને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. કોર્ટે લલ્લા બિહારીના 6 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

રિમાન્ડ દરમિયાન પોલીસે લલ્લા બિહારીના ગોરખધંધાની તપાસ કરવાની તૈયારી કરી છે. ખાસ કરીને તેણે કેવી રીતે બોગસ દસ્તાવેજો બનાવ્યા, ખોટા પુરાવાઓ ઊભા કર્યા અને જમીનો પર ગેરકાયદે કબજો મેળવ્યો તેની તપાસ કરવામાં આવશે. આ સાથે જ તેની સાથે કોણ કોણ જોડાયેલું છે તેની પણ શોધખોળ કરવામાં આવશે.


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp
Scroll to Top