-
Ahmedabadના ચંડોળામાં બાંગ્લાદેશીઓ બાળકીઓ પાસે ગંદુ કામ કરાવતું
-
સ્થાનિકોનું આતંકી કનેક્શન પણ સામે આવ્યું છેઃ હર્ષ સંઘવી
Ahmedabad Chandola Talav Demolition 2 day | જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાતમાં ગેરકાયદે ઘૂસણખોરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદના ચંડોળા તળાવની જગ્યામાં મંગળવારે ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશી નાગરિકો દ્વારા બનાવવામાં આવેલા બે હજાર ઝૂંપડા ઉપરાંત લાલા બિહારીના ફાર્મ હાઉસ ખાતે 150 ગેરકાયદે દબાણ સહિત 2150 ગેરકાયદે દબાણ દુર કર્યા હતા.
આજે 30 એપ્રિલે બીજા દિવસે દાણીલીમડા તરફના ભાગથી ડિમોલિશનની શરૂઆત કરાઈ હતી. આ દરમિયાન કેટલાક લોકો જાતે જ મકાન ખાલી કરતા જોવા મળ્યા તો કેટલાક લોકોએ હોબાળો મચાવ્યો હતો. કામગીરી દરમિયાન પોલીસ અને કોર્પોરેશન વચ્ચે સંકલનનો અભાવ પણ જોવા મળ્યો હતો. મંગળવારે આ ડિમોલિશન પર સ્ટે માટે મામલો હાઇકોર્ટમાં ગયો હતો. ત્યારબાદ હાઇકોર્ટે 11.15થી લઈ 12.45 વાગ્યા સુધી સુનાવણી કરી સ્ટે મૂકવા ઇનકાર કર્યો હતો. આ મામલે હાઇકોર્ટ અન્ય મુદ્દાઓ પર 19 જૂને સુનાવણી કરશે.
સવારથી બે હજારથી વધુ પોલીસ જવાન, અધિકારી તથા દસ એસ.આર.પી.ટીમના ચુસ્ત બંદોબસ્ત સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની 50 ટીમોએ બાંગ્લાદેશી નાગરિકો દ્વારા બનાવવામાં આવેલા બે હજાર ઝૂંપડા ઉપરાંત લાલા બિહારીના ફાર્મ હાઉસ ખાતે 150 ગેરકાયદે દબાણ સહિત 2150 ગેરકાયદે દબાણ દુર કર્યા હતા. 60 ટકા કામગીરી પુરી કરાઈ છે. ત્યાર બાદ આજે ફરી ચંડોળા તળાવ ખાતે ફરીથી ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવશે અને આવતીકાલે 1 મેના રોજ પણ ડિમોલિશનની કાર્યવાહી યથાવત્ રહેશે.
બાંગ્લાદેશીઓ બાળકીઓ પાસે દેહ વેપાર કરાવતો હતોઃ હર્ષ સંઘવી
ચંડોળા તળાવ ડિમોલિશનને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ચંડોળા તળાવની જગ્યા પર નિર્દોષ બાળકીઓને વૈશ્યાવૃત્તિ તરફ ધકેલવામાં આવતી હતી. અહીંયા રહેતા લોકોનું આતંકી કનેક્શન પણ સામે આવ્યું હતું. આ સાથે તળાવની ફરતે 1.25 લાખ સ્ક્વેર મીટરથી વધારે જગ્યાનું દબાણ કરવામાં આવ્યું હતું. જે દબાણને સરકાર સંપૂર્ણપણે દૂર કરવાનું કાર્ય કરી રહી છે. આજે પણ એ કામ ચાલુ છે અને આવતીકાલે પણ કામ ચાલુ રહેશે. આજે સાંજે ડિમોલિશન અંગેની સત્તાવાર વિગત જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Ahmedabad: દાદાનું બુલડોઝર નહીં અટકે, ચંડોળા તળાવ ડિમોલિશનની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી
આ પણ વાંચોઃ Ahmedabad: કોણ છે ‘મીનીબાંગ્લાદેશ’નો માસ્ટરમાઇન્ડ? કેવી રીતે ઊભુ કર્યું કરોડોનું સામ્રજ્ય જાણો…