Ahmedabad: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સનાતન ધર્મને લઈ વિવાદ થઈ રહ્યો છે.આજે પત્રકારની ગર્જનાદમાં જૂનાગઢ (Junagadh) થી લઈ સત્તાધાર સુધી આ વિવાદ અંગે ચર્ચા કરવામાં આવશે. જેમા ગુજરાતના દિગ્ગજ પત્રકારો અને ન્યુઝ ચેનલના હેડ આ ચર્ચામાં આવી પોતાના વાત રજૂ કરવાના છે.આ ચર્ચાનો હેતુ ન્યુઝરૂમ ગુજરાતી થકી સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા મંદિર વિવાદ અને સનાતન ધર્મને બચાવવા માટેનો ઉદ્દેશ રહેલો છે. જૂનાગઢ અને ત્યારબાદ સત્તાધાર વિવાદનો અંત કંઈ રીતે આવી શકે તે અંગે વિવિધ સવાલો પર ચર્ચા થવાની છે. તો ગુજરાતની જનતાના વિનંતી છે કે આર્ટીકલ વાંચો અને યુટીબ ચેનલ (NewsRoomGujrati) પર નિહાળો.
ભાર્ગવ પરીખ શું કહ્યું
સનાતન ધર્મ પર ભાર્ગવ પરીખ 1986માં વૈષ્ણવ સંપ્રદાયના સાધુએ પેટ્રોલ પંપના છોકરી સાથે વ્યાભીસારી ઘટના વ્યકત કરી હતી.આ ઘટના બાદ અમુક સાધુ સંતો કઈ રીતે વ્યાભીસારી કરી છે તેની મોડસ ઓપરેન્ડી જણાવી હતી. આપણા દેશમાં સાધુ સંતોનું ખુબ મહત્વ છે. લોકો આ સંતોને નમન કરી માર્ગદર્શન લેતા હોય છે. હવે અમુક સાધુ સંતો આવા ભોળા ભક્તિનો ઉપયોગ કરે છે.આ સાધુ સંતો અમુક ફાયદા માટે રાજકિય લોકોના પગે પડી કામ નિકાળતા હોય છે. મુખ્યત્વે વાતા એ છેકે રાજકીય નેતાઓ મત મેળવવા માટે આવા સાધુ સંતોનો ઉપયોગ કરે છે. તેમને આસારામની વાત કરતા કહ્યું કે આશારામ જેલમાં ગયાના આટલા વર્ષો પછી પણ તેમના અનુયાયી કરોડોના હિસાબના ગોટાળો જોવા મળે છે. માત્ર હિન્દુ ધર્મમાં નહીં પરંતુ દરેક ધર્મમાં આવા પ્રકારના દુષણ જોવા મળતા હોય છે. જ્યારે અમુક મંદિર, મઠ social clubની જેમ કામ કરે છે.
રાજસતાએ ધર્મ સતાનો ઉપયોગ કર્યો
જૂનાગઢના વિવાદ પર વાત કરતા કહ્યું રાજકારણીને આવા સાધુ સંતોની જરૂર પડતી હોય છે. રાજનેતાઓ મહેશગીરી જેવા સાધુ પાસેથી મત મળેવવા માટે સંબધ રાખતા હોય છે. કારણ કે રાજનેતાને 5 વર્ષે જનતા વચ્ચે જઈ મત મેળવવાના હોય છે.તેથી આવા સાધુ-સંતોનો ઉપયોગ કરતા હોય છે.ભારતમાં રાજસતાએ ધર્મ સતાનો ઉપયોગ કર્યો છે.આ ઉપરાંત મોટી મેત બેંક વાળા સાધુ પકડાતા નથી. જ્યારે નાની વોટબેંક વાળા સંતો સામે પોલીસ કર્યવાહી થયા છે.આપણા સમાજમાં ધર્મનું અફિણ જ્યા સુધી દૂર નહીં થાય ત્યા સુધી આ સમસ્યા જોવા મળતી રહશે.