Ahmedabad Air India Plane Crash – અમદાવાદના એરપોર્ટ નજીક થયેલી દુર્ઘટનામાં દેશભરમાં શોકની લહેર ફેલાઈ છે. Air Indiaની લંડનથી આવી રહેલી ફ્લાઇટ નં. AI-171 આજે વહેલી સવારે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી, જેમાં અનેક નિર્દોષ મુસાફરોના મોત નીપજ્યા છે. આ ભયાનક ઘટના બાદ ટાટા ગ્રૂપે માનવતાના ઉત્તમ ઉદાહરણરૂપ પગલું ભરીને દુઃખની ઘડીમાં મદદની રેખા ઉભી કરી છે. ટાટા ગ્રૂપના ચેરમેન શ્રી એન. ચંદ્રશેખરને જાહેર કર્યું કે:“વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના પરિવારને ₹1 કરોડની સહાય આપવામાં આવશે. ઉપરાંત, ઘાયલ થયેલા લોકોના તમામ સારવાર ખર્ચની જવાબદારી ટાટા ગ્રૂપ ઉઠાવશે.”
ટાટા ગ્રૂપ દ્વારા જાહેર કરાયેલ સહાય માત્ર આર્થિક નથી, પરંતુ લાગણીસભર પણ છે. દુર્ઘટનામાં નુકસાન પામેલી હોસ્ટેલ બિલ્ડિંગનું પણ ટાટા ગ્રૂપ પુનઃનિર્માણ કરશે અને વિદ્યાર્થીઓ માટે રહેવા યોગ્ય વાતાવરણ પુનઃસ્થાપિત કરશે. દુર્ઘટનાને લઈ કેન્દ્ર અને રાજ્ય સરકાર, તેમજ વિવિધ આંતરરાષ્ટ્રીય નેતાઓએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. PM નરેન્દ્ર મોદીએ પણ Tweet દ્વારા દુઃખ વ્યક્ત કર્યું હતું.
ગુરુવારે બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું. તેમાં 12 ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા. અત્યાર સુધીમાં ફક્ત બે જ લોકો આ દુર્ઘટનામાં બચી શક્યા છે. બાકીના બધાના મોત થયા છે. સમાચાર એજન્સી ANIએ પોલીસ કમિશનરને ટાંકીને જણાવ્યું હતું કે ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક રમેશ વિશ્વાસ કુમાર, જે વિમાનની સીટ નંબર 11-A પર બેઠેલા હતા, તે અકસ્માતમાં બચી ગયા હતા. તેમનો વીડિયો પણ સામે આવ્યો છે. એક અન્ય બચી ગયેલા મુસાફરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અગાઉ APએ કહ્યું હતું કે વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા હતા.
એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI-171 અમદાવાદથી લંડન જઈ રહી હતી. તેમાં કુલ 230 મુસાફરો હતા, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. બાકીના 12 ક્રૂ મેમ્બર હતા.