Gujarat માં છેલ્લા કેટલાક સમયથી નકલી વસ્તુ, નકલી અધિકારી, નકલી ડોક્યુમેન્ટનું ભૂત ધૂણ્યું છે. જેમાં આજે ATS (એન્ટી ટેરેરિસ્ટ સ્કોડ) એ નકલી ગનનાં લાયસન્સ કૌભાંડમાં વધુ 6 લોકોની ધરપકડ કરી છે. અગાઉ પણ આ કેસમાં 60 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 66 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
Ahmedabad માં બોગસ અને બનાવટી દસ્તાવેજનાં આધારે નાગાલેન્ડ અને મણિપુરનાં નકલી ગન લાયસન્સ કાઢી આપવાના કેસે સમગ્ર Gujarat માં ચકચાર મચાવી છે. નકલી ગનનાં લાયસન્સ કેસમાં અત્યાર સુધીમાં કુલ 66 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ગુજરાતનાં ઘણા મોટામાથા, જેમાં ડાયરાના કલાકારો, નેતાના પુત્રોનાં નામ સામે આવ્યા હતા.
જેમાં ગઈ કાલે આ કેસમાં વધુ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ નકલી ગન લાયસન્સ કેસ કૌભાંડમાં પકડાયેલા આરોપી અક્ષય હિરાભાઈ ભરવાડ, હિરેન દિલીપકુમાર પુજારા, ધ્વનિત ઉર્ફે શિવમ યજ્ઞેશ મહેતા, ભરત ઉર્ફે ટકો સામંત ઠુંગા, વિશ્વનાથ પ્રહલાદસિંહ રઘુવંશી, સંજય ઉર્ફે ભઈલુ સોમાભાઈ દેસાઈનો સમાવેશ થાય છે. Ahmedabad ગ્રામ્ય કોર્ટે તમામ આરોપીને હાલ 2 દિવસનાં રિમાન્ડ પર મોકલ્યા છે.
આ કૌભાંડમાં પકડાયેલા આરોપીમાં અક્ષય હીરાભાઈ ભરવાડ પાસેથી નાગાલેન્ડનું ખોટું હથિયારનો પરવાનો તથા 1 રિવોલ્વોર અને 18 કારતૂસ મળી આવ્યા છે. આરોપી વિશ્વનાથ રઘુવંશી પાસેથી નાગાલેન્ડનું ખોટું હથિયારનો પરવાનો તથા 1 રિવોલ્વોર અને 12 બોર બંદૂક અને 100 નંગ કારતૂસ મળી આવ્યા છે. આરોપી ભરત ઠુંગા પાસેથી મણિપુરનું ખોટું હથિયારનો પરવાનો તથા 1 રિવોલ્વોર અને 12 બોર બંદૂક અને 51 નંગ કારતૂસ મળી આવ્યું છે.
આ નકલી ગનનાં લાયસન્સ કેસનાં કૌભાંડમાં ગુજરાત સરકારનાં મંત્રી અને સુરત ઓલપાડ વિધાનસભાનાં ધારાસભ્ય મુકેશ પટેલનાં પુત્રનું પણ નામ ખુલ્યું હતું. હાલ આ કેસની તપાસ ATS દ્વારા કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં બીજા ઘણા લોકોનાં નામ બહાર આવે તેવી શક્યતા છે.