-
ઉત્તર પ્રદેશના આગ્રામાં પતિ-પત્ની ઔર વોનો Viral Video
-
પરિણીત મહિલા મળવા આવ્યો પ્રેમી, ઘરવાળા જાગી ગયા તો પ્રેમીને ટ્રંકમાં છુપાવ્યો
Uttar Pradesh News | ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં પરિણીત પ્રેમિકાને મળવા આવેલા એક પ્રેમીને પ્રેમિકાના પરિવારના સભ્યોએ ઢોર માર્યો હતો. પ્રેમિકાના પરિવાર આવતા જોઈને પ્રેમી અર્ધ નગ્ન અવસ્થામાં ટ્રંકમાં છુપાઈ ગયો. પરિવારના સભ્યો પ્રેમીને દોરડાથી બાંધી દીધો બહાર કાઢી માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવક એક ટ્રંકમાં બેઠો છે અને મહિલાના પરિવારના સભ્યો તેના હાથ દોરડાથી બાંધી દે છે અને લાકડીઓથી માર મારે છે. યુવાન હાથમાં બેગ લઈને ભાગવાનો પ્રયાસ કરે છે પણ લોકો તેને મારતા રહે છે.
પરિણીત મહિલાએ પ્રેમીને એવી જગ્યાએ છુપાવ્યો કે, જોઈને તમે પણ ચોંકી જશો#Uttarpradesh | #Agra | #viralvideo
Read More : https://t.co/xOEPBxUt4m pic.twitter.com/7W2eypqL7C
— Newz Room (@NewzRoomGujarat) April 22, 2025
શું છે સમગ્ર ધટના
આગ્રા જિલ્લાા ફતેહાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો છે. જ્યાં મોડી રાત્રે એક યુવક ચોરી છુપી રીતે પરિણીત પ્રેમિકાને મળવા તેના ઘરે પહોંચ્યો. મહિલાના પરિવારને રૂમમાંથી અવાજ આવતા શોધખોળ હાથ ધરતા એક ટ્રંકની અંદરથી યુવાન અર્ધ નગ્ન હાલતમાં મળી આવ્યો હતો. પરિવારના સભ્યોએ યુવાનને પકડી પાડતા ઉહાપો મચાવ્યો હતો અને ઘરમાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. કેટલાક લોકોએ યુવકને ઢોર માર માર્યો હતો.
મહિલા રંગેહાથ ઝડપાઈ
યુવકનો મહિલા સાથે લાંબા સમયથી અફેર ચાલી રહ્યું હતું. મહિલાના પરિવારના સભ્યો પહેલાથી જ તેના પર શંકા કરતા હતા. તક મળતાં જ મહિલાને રંગે હાથે પકડી લીધી. મળતી માહિતી મુજબ યુવક પણ પરિણીત છે. બનાવની જાણ પોલીસને થતાં ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ભીડે યુવકને પોલીસને સોંપી દીધો હતો.