Local Election ના પરીણામ બાદ ઈસુદાન ગઢવીએ આપ્યું ચોકાવનારૂ નિવેદન

Local Body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરીણામ બાદ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.જેમાં તેમણે કાર્યકર્તાઓનો અને જનતાનો આભારો માન્યો હતો.આ સાથે ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી હતી કે, આવનારી મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 8000થી વધુ ઉમેદવારોને ચૂંટણીમાં ઉતરશે.

શું કહ્યું ઈસુદાન ગઢવીએ

સ્થાનિક સ્વરાજની નગરપાલિકા ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. આમ આદમી પાર્ટીએ અલગ અલગ નગરપાલિકાઓમાં 500થી વધુ સીટો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા.તેમાંથી લગભગ 35થી વધુ સીટો પર આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. આમ આદમી પાર્ટીને રોકવા માટે ભાજપ દ્વારા અનેક ષડયંત્ર રચવામાં આવ્યા અને સામ-દામ દંડ ભેદની નીતિથી આમ આદમી પાર્ટીના ઉમેદવારોને બેસાડી દેવાની કોશિશ કરવામાં આવી હતી. ઘણી જગ્યાએ ખોટી રીતે ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા અને ડરાવવા ધમકાવવામાં પણ આવ્યા. તેમ છતાં પણ આમ આદમી પાર્ટીએ 35થી વધુ મહત્વપૂર્ણ સીટ પર જીત હાસિલ કરી અને ઘણી નગરપાલિકાઓમાં વિપક્ષની મુખ્ય ભૂમિકાઓમાં પણ આમ આદમી પાર્ટી રહેશે.

સલાયા નગરપાલિકામાં આપ પાર્ટીના 13 ઉમેદવાર જીત્યા

સલાયા નગરપાલિકામાં સૌથી ચોકવનારા પરીણામ આવ્યા છે. જેમાં સલાયા નગરપાલિકામાં 7 વોર્ડની ગણતરી પુર્ણ થઇ છે. અહીં 28 ઉમેદવારોનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. કોંગ્રેસનો 28 માંથી 15 બેઠકો પર ભવ્ય વિજય થયો છે. સલાયા પાલિકામાં કોંગ્રેસની બોડી રચાશે.આમ આદમી પાર્ટીએ અહીં શાનદાર પ્રદર્શન કર્યું છે.

 

 

Scroll to Top