ધનશ્રી વર્મા અને Yuzvendra Chahal ના છૂટાછેડા બાદ તેમના સંબંધોને લઈને થયો મોટો ખુલાસો…

ભારતીય ક્રિકેટર Yuzvendra Chahal અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્માએ તાજેતરમાં છૂટાછેડા લઇ લીધા છે. બંનેએ લગ્ન કોરોના સમયગાળા દરમિયાન એટલે કે વર્ષ 2020 માં કર્યા હતા. ધનશ્રી અને યુઝવેન્દ્ર ઇન્ડસ્ટ્રીનું એક લોકપ્રિય કપલમાંથી એક રહ્યું છે. બંને વચ્ચેની કેમેસ્ટ્રી હંમેશા ચાહકોને પસંદ આવતી હતી પરંતુ તેમના છૂટાછેડાના સમાચાર આવતાની સાથે જ દરેક આશ્ચર્યચકિત થઈ ગયા હતા. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા ના છૂટાછેડા પર કોર્ટના નિર્ણય બાદ ઘણી બાબતો ના ખુલાસા ઓ થઈ રહ્યા છે. એવામાં તેમના હવે તેમના સંબંધો નું સાચું સત્ય સામે આવ્યું છે.

ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલ વચ્ચેના સંબંધો થોડા જ મહિના પછી બગડી ગયા હતા. લગ્નના ચાર વર્ષ પછી બંનેના છૂટાછેડા થઈ ગયા હોવા છતાં લગ્નના બે વર્ષમાં જ તેમના સંબંધો ખરાબ થઈ ગયા હતા. ધનશ્રી અને યુઝવેન્દ્રના સંબંધો 2022 માં જ બગડી ગયા હતા અને ત્યારથી બંને અલગ-અલગ રહી રહ્યા હતા. અત્યાર સુધી યુઝવેન્દ્ર અને ધનશ્રી સતત ચાહકોને ખોટું બોલી રહ્યા હતા. બંનેને જાહેર સ્થળો પર સતત સાથે જોવા મળતા હતા. એટલું જ નહીં, ધનશ્રી દ્વારા વર્ષ 2024 માં યુઝવેન્દ્ર સાથેના ખુશ કપલના ફોટા પણ શેર કરવામાં આવ્યા હતા. તેના પર ચાહકો દ્વારા ખૂબ પ્રેમ વરસાવ્યો હતો. આ પોસ્ટ યુઝવેન્દ્ર ચહલ ના જન્મદિવસ પર કરવામાં આવી હતી, જેમાં તેણે પોતાને ક્રિકેટરનો સૌથી મોટી ચીયર લીડર ગણાવી હતી. તેમ છતાં હવે સત્ય સામે આવતા ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

કોરોના કાળ દરમિયાન થઈ હતી બંને ની પ્રથમ મુલાકાત
તમને જણાવી દઈએ કે, યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માની પ્રથમ મુલાકાત ની વાત કરીએ તો તે કોરોના સમયગાળા દરમિયાન થઈ હતી. યુઝવેન્દ્ર દ્વારા ડાંસ શીખવા માટે ધનશ્રી નો સંપર્ક કરવામાં આવ્યો હતો, ત્યારબાદ બંને પ્રથમ વખત મળ્યા હતા. બંનેની મિત્રતા થોડા જ સમયમાં પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી. ત્યારબાદ આ કપલ દ્વારા પોતાની સગાઈ ના ફોટોસ શેર કરીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દેવામાં આવી હતી. ફોટોસ સામે આવ્યા બાદ લોકો દ્વારા સોશિયલ મીડિયા પર ધનશ્રી વિશે વધુને વધુ શોધવાનું શરૂ કર્યું હતું. આ કપલના લગ્ન ના ફોટોસ પણ ચાહકોમાં ખુબ વાયરલ થયા હતા.

Scroll to Top