Banaskantha: નવા વર્ષે રાજ્ય સરાકરે બનાસકાંઠા (Banaskantha) જીલ્લાના વિભાજન કર્યું હતું.ત્યારબાદ ધાનેરા, કાંકરેજ દિયોદરમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. હવે આ વિરોધ ભાભર (Bhabhaar) વિસ્તારમાં પણ જોવા મળી રહ્યો છે.ભાભર (Bhabhaar) માં વિસ્તારમાં રહેતા લોકોની માંગ છે કે, ભાભર (Bhabhaar) ને દિયોદરમાં સમાવવા માંગ કરી હતી. આ સમગ્ર ઘટનાને લઈ આજે ભાભર (Bhabhaar) માં બંધના એલાન સાથે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાભરને દિયોદરમાં સમાવવા માંગ
બનાસકાંઠા (Banaskantha) જીલ્લા વિભાજનનો ધાનેરામાં ભારે વિરોધ જેવા મળી રહ્યો છે.ગઈ કાલ રાત્રે જડિયા ગામે રાત્રી બેઠકમાં આયોજન કરાયું હતું. જેમાં સર્વ સમાજનાી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં યથાવત રાખવામાં આવે તેવી માંગ કરી હતી. હનુમાન દાદાની આરતી ઉતારી સરાકર સુધી વાત પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો.
શિહોરીમાં વેપારીઓએ દુકાન બંધ રાખી વિરોધ નોંધાવ્યો
બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના વિભાજનને લઇને અગાઉ કાંકરેજમાં સરકારના નિર્ણય સામે આંદોલનના સૂર પણ ઉઠ્યા હતા. કાંકરેજનો વાવ-થરાદમાં નહીં પરંતુ બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં સમાવેશ થાય તેવી મામલતદારને લેખિતમાં રજૂઆત પણ કરાઈ હતી. કાંકરેજને થરાદ જિલ્લામાં સમાવેશ કરતા વિરોધ શરૂ થયો હતો. શિહોરીમાં વેપારીઓએ દુકાન બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો.