DGPના આદેશ બાદ શંકરસિંહ વાઘેલાએ કહી દીધું આવું, BJPના ગુંડાઓનું લિસ્ટ

BJP News : રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. લુખ્ખાઓ અને અસામાજિક તત્વો બેફામ બની ગયા છે. અમદાવાદ, વડોદરા કે પછી રાજકોટ નબીરાઓના આતંક વધી રહ્યો છે ત્યારે હવે ગુજરાત સરકાર એક્શનમાં આવી ગઈ છે DGP એ 100 કલાકમાં લિસ્ટ દેવાના આદેશ વચ્ચે હવે CM ભુપેન્દ્ર પટેલે પણ તત્કાલ ધોરણે બેઠક બોલાવી છે. આ વચ્ચે શંકરસિંહ વાઘેલાએ ડીજીપીના આદેશ પર મોટો આરોપ લગાવ્યો છે, આ ઉપરાંત તેઓએ ડીજીપીને ચેલેન્જ આપી છે કે, તમારામાં તાકાત હોય તો BJPના ગુંડાઓનું લિસ્ટ તૈયાર કરો.

 

 

Scroll to Top