ઉપરાછાપરી સમન્સ બાદ કુણાલ કામરા બોમ્બે હાઇકોર્ટના શરણે, આ માંગ કરી

Mumbai : સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા પર એકનાથ શિંદે વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. આ કેસમાં મુંબઈના ખાર વિસ્તાર પોલીસે કુણાલ કામરા વિરુદ્ધ FIR નોંધી હતી. ત્યાર બાદ કૃણાલ કામરાએ હવે બોમ્બે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. મુંબઈના ખાર પોલીસ સ્ટેશન દ્વારા દાખલ કરવામાં આવેલી FIR રદ કરવા માટે કામરાના વકીલે આજે બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ સારંગ કોટવાલ અને એસ.એમ મોડકની બેન્ચ સમક્ષ આ અરજી દાખલ કરવામાં આવશે.

શું છે આખો વિવાદ
એક શો દરમિયાન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરી હતી. જેમાં શિવસેના શિંદે જૂથના કાર્યકરોએ ખાર વિસ્તારમાં આવેલ હેબિટેટ સ્ટુડિયોમાં(જ્યાં આ વિડીયો ઉતારવામાં આવ્યો હતો) તોડફોડ અને હોબાળો મચાવ્યો હતો. આ ઘટના બાદ ખાર પોલીસે કામરા વિરૂદ્ધ કલમ 356(2) (માનહાની) હેઠળ ગુનો નોંધ્યો હતો.જયારે શિવસેના જૂથના 40 કાર્યકર્તાઓ વિરુધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે બાદ ખાર વિસ્તાર પોલીસે કૃણાલ કામરાને હાજર થવા માટે ત્રણ સમન્સ પાઠવ્યા હતા. પરંતુ કામરા 5 એપ્રિલે પણ હાજર થયો ન હતો.

ગયા મહીને મદ્રાસ હાઈકોર્ટમાં કામરાએ કરી હતી અરજી

માર્ચ અંતમાં, મદ્રાસ હાઈકોર્ટે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ તેમની કથિત ટિપ્પણી માટે મુંબઈમાં નોંધાયેલી FIRના સંબંધમાં કુણાલ કામરાને 7 એપ્રિલ સુધી વચગાળાના આગોતરા જામીન મંજૂર કર્યા હતા. કામરાએ મદ્રાસ હાઈકોર્ટમાં અરજી મને ડર છે કે જો હું મહારાષ્ટ્ર જઈશ તો મારી તુરંત ધરપકડ કરવામાં આવશે અને કોઈ મારા પર હુમલો કરી શકે છે.

આ કેસની આગમી સુનાવણી 21 એપ્રિલે કરવામાં આવશે.
બોમ્બે હાઈકોર્ટની વેબસાઈટ અનુસાર, FIR રદ કરવાની અરજી કામરાએ 5એપ્રિલે દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ખાર વિસ્તાર પોલીસ સ્ટશન દ્વારા તેમની સામે નોંધાયેલ FIR બંધારણ દ્વારા આપવામાં આવેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે અને આ FIR રદ કરવામાં આવે તેવી તેની માંગ હતી. આ કેસની આગમી સુનાવણી જસ્ટિસ સારંગ વી. કોટવાલ અને જસ્ટિસ શ્રીરામ એમ. મોડકની બેન્ચ 21 એપ્રિલે કરશે.

Scroll to Top