ઝેરીલા લોકોથી દૂર રહેવાનું…….. Malaika Aroraની બ્રેકઅપ પછી પોસ્ટ

બ્રેકઅપ પછી અર્જુન સિંગલ
મલાઈકા અરોરાના નવેમ્બરમાં મુખ્ય 8 ચેલેન્જ
બંને વચ્ચે ઉંમરમાં 12 વર્ષનું અંતર હતું

 

 

અભિનેત્રી મલાઈકા અરોરાનું અંગત જીવન ખુબ ચર્ચામાં રહે છે. અભિનેત્રી અર્જુન કપૂર સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં હતી. પરંતુ હવે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. હાલમાં જ અર્જુન કપૂરે કહ્યું હતું કે તે સિંગલ છે. આ દરમિયાન મલાઈકા અરોરાએ એક પોસ્ટ શેર કરી છે. તેમની આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. મલાઈકાએ આ પોસ્ટમાં કહ્યું કે તે હવે ઝેરીલા લોકોથી દૂર રહેશે

 

મલાઈકા અરોરાના નવેમ્બરમાં મુખ્ય 8 ચેલેન્જ

1) દારૂ નહીં
2) 8 કલાકની ઊંઘ
3) માર્ગદર્શકની જરૂર છે
4) દરરોજ કસરત કરો.
5) દરરોજ 10 હજાર પગલાં ચાલો
6) સવારે 10 વાગ્યા સુધી ઉપવાસ.
7) પ્રોસેસ્ડ ફૂડ ટાળવું.
8) રાત્રે 8 વાગ્યા પછી ભોજન નહીં.
9) ઝેરી લોકોથી છુટકારો મેળવો.

બ્રેકઅપ પછી અર્જુન સિંગલ

મલાઈકા અને અર્જુનની વાત કરીએ તો તેઓએ 2018માં ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં તેઓએ તેમના સંબંધોને ગુપ્ત રાખ્યા હતા. પરંતુ પછી તેણે તેને સાર્વજનિક કરી દીધા હતા. અભિનેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યા. બંને એકસાથે જોવા મળ્યા હતા. દિવાળી પાર્ટીથી લઈને ફેમિલી ગેધરિંગ સુધી મલાઈકા અને અર્જુન સાથે જોવા મળ્યા હતા. ચાહકોને તેમની જોડી ખૂબ જ પસંદ આવી હતી. બંને વચ્ચે ઉંમરમાં 12 વર્ષનું અંતર હતું. પરંતુ હવે બંને સાથે નથી. થોડા સમય પહેલા તેઓનું બ્રેકઅપ થયું હતું.

નિમરત કૌરનું સપનું સાકર થયું

નિમરત કૌરે લેટર ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેણે તેના કેપ્શનમાં લખ્યું હતું, જ્યારે હું 18 વર્ષ પહેલા મુંબઈ આવી હતી ત્યારે કલ્પના કરી હતી કે, કોઈ દિવસ અમિતાભ બચ્ચન મને મારા નામથી ઓળખશે. અમારી મીટિંગને યાદ રાખશે અને મારી જાહેરાત માટે મારી પ્રશંસા કરશે. તે મને ફૂલો મોકલે અને મારી માટે લેટર લખે તે કોઈ સપનાથી ઓછું નથી.

Scroll to Top