Aniruddhsinh: સૌરાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ભારે ખળભળાટ મચાવ્યો છે. સોશિયલ મીડિયામાં એક એવી ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહી છે જેમાં જયરાજસિંહનું નામ ઉલ્લેખિત હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ઓડિયો સામે આવ્યા બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાઈ ગયો છે. સૂત્રો મુજબ, આ વાયરલ ઓડિયો ક્લીપમાં જગદીશ સટોડિયા અને એક વકીલ વચ્ચેની વાતચીત હોવાનું કહેવાય છે. ઓડિયોમાં “જયરાજસિંહ સામે કાગળો તૈયાર રાખવા” જેવી લાઈનો સાંભળવા મળી રહી છે, જેના કારણે રાજકીય તાપમાન વધ્યું છે.
જયરાજસિંહ હાલમાં નિલેશ રૈયાણી કેસમાં જામીન પર બહાર છે, અને આ વાયરલ ઓડિયો ક્લીપ પછી તેમની મુશ્કેલીઓ વધુ વધી શકે તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત, ઓડિયોમાં સુપ્રીમ કોર્ટ સુધી જવાની ચર્ચા પણ થઈ હોવાનું કહેવાય છે. જો આ વાતચીત સાચી નીકળે, તો સૌરાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક આવી શકે છે. તેમ છતાં, ન્યુઝ રૂમ ગુજરાત વાયરલ ઓડિયોની સ્વતંત્ર પુષ્ટિ કરતું નથી. ક્લીપની પ્રામાણિકતા અંગે કોઈ સત્તાવાર પ્રતિભાવ અત્યાર સુધી સામે આવ્યો નથી.
આ પણ વાંચો – Gujarat Congress ના પૂર્વ પ્રમુખે રાજકારણમાંથી સન્યાસ લીધો?



