Devayat Khavad: આનંદ યાજ્ઞિકે ન્યુઝ રૂમ ગુજરાતના ઈન્ટરવ્યુંમાં કહ્યું દેવાયત ખવડે ભગવતસિંહજીના પિતાના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં ગેરહાજર રહી નૈતિક ભૂલ કરી છે.તેના વકીલ તરીકે સ્વીકારીને આ કેસ હાથમાં લીધો છે.ચાર મહિના પહેલા ખવડે ભગવતસિંહજીને ત્યા ડાયરા કર્યા હતા.દેવાયતના નિવેદન પ્રમાણે પૈસાની લેતા દેતી થઈ નથી.તે ગાડીમાં 5 લાખ રૂપીયા હતા.જ્યારે કાનો ત્યાંથી નિકળ્યો હતો ત્યારે ભગવતસિંહજીએ ગાડીની ચાવી લઈ લીધી હતી.તે ગામની બહાર નિકળે એ પહેલા બે કારને લઈને આવ્યા અને ખવડની ગાડી માંથી પૈસા લઈ લીધા હતા. 12 કલાકની અંદર PI ચૌધરીએ અનેક વખત ફરીયાદમાં ફેરફાર કર્યા. વહેલી સવારે 3 વાગ્યે કહેવામાં આવ્યું ફરીયાદ લેવામાં નહીં આવે જે કરવું હોય તે કરીલો.ફરીયાદ ન નોંધવાની PI પાસે કોઈ તાકત કે શક્તિ આપતા નથી.
Devayat Khavad વિવાદમાં Advocate Anand Yagnik પોલીસ સામે હાઇકોર્ટમાં કરશે પીટીશન
