સુરતના ભાજપના વોર્ડ નં. 8ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય વિરુદ્ધ દુષ્કર્મના મામલે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. યુવતી સાથે Instagram પર દોસ્તી થયા બાદ યુવક સાથેની વાતચીત દરમિયાન તેણે જણાવ્યું કે તે એકલી હતી. ત્યારબાદ Aditya Upadhyay યુવતીને Dumas Beach પર ફરવા લઇ જવાના બહાને જહાંગીરપુરાની હોટેલમાં લઇ જઈ તેણે અને તેના મિત્ર Gauravsinh Rajput એ યુવતી પર દુષ્કર્મ આચર્યું.
શું છે સમગ્ર ઘટના?
સુરતમાં રહેતી 25 વર્ષીય યુવતી સાથે ઈન્સ્ટાગ્રામ થકી ગૌરવસિંહ સાથે દોસ્તી થઈ હતી. જે બાદ તેઓની વાતચીત ચાલુ થઇ. થોડા સમય બાદ ગૌરવસિંહના મિત્ર ભાજપના યુવા નેતા આદિત્ય ઉપાધ્યાયની પણ યુવતીને ઈન્સ્ટાગ્રામમાં રીક્વેસ્ટ આવી. એની પણ રીક્વેસ્ટ એક્સેપ્ટ કરતા બંને મિત્રો જોડે યુવતીની વાતચીત થતી હતી. યુવતીના માતા પિતા બિહારમાં લગ્નમાં ગયા હતા. આ તકનો લાભ લઈ બંને મિત્રોએ 16 મેની રાત્રે યુવતીને ફોન કરી ડુમ્મસ બીચ પર ફરવા જવાનું પૂછ્યું પણ યુવતીએ ચોખ્ખી ના પાડી દીધી હતી. ફરી 17 મેની બપોરે પૂછતાં યુવતીએ અંતે હાં પાડી. યુવતી એ પોતાની ફ્રેન્ડને પણ સાથે લઇ જવાની ઈચ્છા દર્શાવી હતી.
આ પણ વાંચો – Shaktisinh Gohil: AAP સામે કોંગ્રેસના ઉમેદવારને લઈ કર્યો ખુલાસો
ત્યારબાદ યુવતી, તેની ફ્રેન્ડ, આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવસિંહ આ ચારેય લોકો કારમાં ફરવા નીકળ્યા હતા. ડુમ્મસ બીચ જવાને બદલે બીજે રસ્તે લઇ જતા યુવતીએ કહ્યું “આ તો ડુમ્મસ બીચનો રસ્તો નથી”. તો આદિત્યે કહ્યું કે ડુમ્મસ બીચ પર તો તું ગઈ હોઈશ આજે બીજી જગ્યા એ જઈએ. ત્યારબાદ યુવતીને પીવા માટે જ્યુસ આપ્યું જેમાં નશીલા પદાર્થ ભેળવવામાં આવ્યો હતો. પછી આ બંને યુવતીને જહાંગીરપુરાની હોટેલમાં લઇ ગયા. જ્યાં બંને મિત્રોએ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું.
દુષ્કર્મ આચાર્યા બાદ બંને મિત્રો તેને બેહોશીની હાલતમાં જ ઘરે ઉતારી દીધી હતી. ભાનમાં આવતાં યુવતીએ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદ નોંધાયા બાદ બને મિત્રોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ ભાજપે આદિત્યને સસ્પેન્ડ કરી દીધો હતો.
તંત્રનું ફરી વળ્યું બુલડોઝર
આદિત્ય ઉપાધ્યાયની ધરપકડ બાદ આજે તંત્રે વેડરોડ વિસ્તારના વોટર ટ્રીટમેન્ટ પ્લાન પાસેથી દત્ત મંદિર પાસે આવેલાં તેના નામે ચલાવાતા ગેરકાયદેસર ઢાબા પર બુલ્ડોઝર ચલાવ્યું હતું. ખુલ્લા પ્લોટમાં શેડ બનાવી નોનવેજ ઢાબુ ચલાવવામાં આવી રહ્યું હતું. જેને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. Surat Gang Rape ને ગંભીરતાથી લઈ પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, નામદાર કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કરતા હવે પોલીસના હાથમાં તપાસ માટે સીમિત સમય મળ્યો છે.