Ahmedabad News : ગુજરાતમાં અધિકારીઓ લાંચ લેતા ડરતા નથી, પગાર તો આવે છે પણ સાથે સાથે લાંચ લઈને તેમને વધુ ખુશી મળી છે અને તેમના મોંઘાદાટ મોજશોખ પણ પૂરા થાય છે. અમદાવાદમાં વધુ એક લાંચિયા અધિકારી ઝડપાયા છે. જેમાં ACBએ આરોગ્ય સચિવ અધિકારીને રૂપિયા 15 લાખની લાંચ લેતા અધિકારીઓને ઝડપી પાડ્યા છે.
અમદાવાદ (Ahmedabad)માં ક્લાસ-1 ઓફિસર લાંચ લેતા ઝડપાયા છે, આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમાર અને નિવૃત્ત ડીન ગીરીશ પરમાર પણ લાંચ (Bribe) લેતા ઝડપાયા છે, ફરિયાદી તથા સાથી ડોક્ટર પાસે 30 લાખની લાંચ માગી હતી ફરિયાદની તરફેણમાં કામગીરી કરવા લાંચ માગી હતી.
અમદાવાદમાં આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમાર અને સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત્ત ડીન ગીરીશ પરમાર લાંચ લેતા ઝડપાયા છે. ફરિયાદી ની તરફેણ માં કામગીરી કરવા ફરિયાદી તથા સાથી ડોક્ટર પાસે 30 લાખની લાંચ માગી હતી. જ્યારે લાંચની રકમના એડવાન્સ 15 લાખ સ્વીકારતા લાંચિયા અધિકારીને ACBએ સફળ છટકું ગોઠવી ઝડપી પાડ્યા હતા.
આ કામનાં ફરિયાદી અગાઉ ભાવનગર ખાતે નાયબ નિયામક (આરોગ્ય અને તબીબી સેવાઓ )તરીકે ફરજ નિભાવેલ હતી, તે દરમ્યાન તેઓના દ્વારા આરોગ્ય વિભાગનાં સ્ટાફ સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ બાબતે શિક્ષાત્મક કાર્યવાહી કરતાં ફરિયાદી સામે ખંડણી માંગણીની ફરિયાદ કમિશનર આરોગ્ય વિભાગને થઈ હતી , જેથી ફરિયાદી તથા તેઓના સાથી ડોક્ટર ને ફરજ મોકૂફી પર ઉતાર્યા છે અને આરોગ્ય વિભાગ દ્વારા બન્ને ડોક્ટર સામે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી હતી અને તપાસ અધિકારીએ આ ખાતાકીય તપાસ ઓકટોબર-૨૦૨૪ માં પૂર્ણ કરી પોતાનો અહેવાલ જાન્યુઆરી-2025માં જમા કરાવ્યો હતો.
તપાસમાં તરફેણ કરવા લાંચ માંગી
તે દરમિયાન આરોપી નં-૨ વચેટીયા ગીરીશભાઇ જેઠાલાલ પારમાર (પ્રજાજન) (નિવૃત્ત ડીન,સરકારી ડેન્ટલ કોલેજ ,અસારવા, અમદાવાદ) એ ફરિયાદી નો સંપર્ક કરી ને ફરિયાદી તથા તેમના સાથી ડોકટર બંને વિરુદ્ધ ની પ્રાથમિક તપાસનાં કામે તરફેણમાં કાર્યવાહી કરાવવા માટે આરોપી નં-૧ સાથે મીટિંગ કરવા બોલાવ્યા હતા. જેથી ફરિયાદી અને તેમના સાથી ડોક્ટર મિત્ર ગાંધીનગર ખાતે જઈ બંને આરોપીઓને રૂબરૂમાં મળી વાતચીત કરતાં બન્ને આરોપીઓ એ એકબીજા નાં મેળાપીપણા માં ફરીયાદી અને તેમના સાથી ડોકટર એમ બન્ને નાં રૂ.30,00,000ની લાંચની માંગણી કરેલ હતી, અને તે પૈકી રૂ.15,00,000 એડવાન્સ અને બાકી નાં ફરિયાદીનું કામ થઇ ગયા પછી આપવા નો વાયદો થયેલ હતો.
લાંચનાં નાણાં લેતા બંને રંગેહાથે પકડાયા
ત્યારબાદ આરોપી નં-૨ ફરિયાદીને ટેલિફોન કરી નાણાંની માંગણી કરતા હતા, પરંતુ ફરિયાદી લાંચનાં નાણાં આપવા માંગતા ના હોઇ એસીબી નો સંપર્ક કરી ફરીયાદ આપતા, આજરોજ લાંચનાં છટકાનું આયોજન કરવામાં આવેલ, આ લાંચનાં છટકા દરમ્યાન આરોપી નં-૨ નાંએ ફરીયાદી ને પોતાના ઘરે લાંચ નાં નાણાં આપવા બોલાવી પોતાની અગાઉ ની માંગણી અનુસાર હેતુલક્ષી વાતચીત કરી લાંચ નાં નાણાં સ્વીકારી રંગેહાથ પકડાઇ ગયેલ છે.
Viral Video | સુરતની SVNIT કોલેજ ફરી વિવાદમાં, એન્ટરટેઈનમેન્ટના નામે જોખમી કાર-બાઈક સ્ટંટ