Accident: ભાવનગર હાઈવે પર ગોજારો અકસ્માત, ટ્રક અડફેટે લેતા કમકમાટીભર્યા બેના મોત

Accident: રાજ્યમાં આજે ફરી એક ગોજારો અકસ્માત (Accident) થયો છે. રોજ બરોજ અકસ્માત (Accident) ના કારણે અનેક લોકોના મોત થાય છે. આ અકસ્માત (Accident) અટકવાનું નામ નથી લેતું.હવે ભાવનગર હાઈવે પર ગારીયાધાર તાલુકાના બે વતનીનું ગઈ કાલ રાત્રે ગોજારા અકસ્માત (Accident) માં મોત થયું છે.આ બંન્ને યુવકો બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે ટ્રક અડફેટે લેતા બંન્નેનું ઘટનાસ્થળ પર મોત થયું હતું. આ બંન્ને યુવક ગારીયાધારથી નવાગામ જઈ રહ્યાં હતા.

બંન્ને યુવકો બાઈક પર જઈ રહ્યા હતા

અકસ્માત (Accident) બાદ બંન્નેના મૃતકની ઓળખ જયદીપ ધોળકિયા અને સાહિલ ધોળકિયા તરીકે થઇ છે. આ યુવકો ઘરે જઇ રહ્યાં હતા તે સમયે દુર્ઘટના સર્જાઇ હતી.જ્યારે ભાવનગર જીલ્લામાં શહેરના સિદસર રોડ ઉપર ગટરના કામકાજ દરમિયાન ભેખડ ધસી પડતા એક પરપ્રાંતિય મજૂરનું મોત નિપજ્યું હતુંસ ડ્રેનેજના કામકાજ દરમિયાન ભેખડ ધસી પડતા મધુભાઈ ચંદુભાઈ ભીલવાડ નામના પરપ્રાંતિય મજૂરનું દબાઈ જવાના કારણે મૃત્યુ નિપજ્યું છે.

સોમનાથ નેશનલ હાઈવે પર થોડા દિવસ પહેલા ગોઝારો માર્ગ અકસ્માત થયો હતો

ભાવનગર જીલ્લાના સોમનાથ નેશનલ હાઈવે પર સવારે ગોઝારો માર્ગ અકસ્માત (Accident) થયો હતો. આ માર્ગ અકસ્માત (Accident) માં કૂલ 7 લોકોના મોત થયા હતા. આ અકસ્માત (Accident) ત્રાપજ બાયપાસ નજીક બંધ પડેલા ડમ્પરની પાછળ ખાનગી બસ ઘુસી જતા અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં ત્રણ બાળકો, બે મહિલા અને એક પુરૂષનું મોત થયું હતું. આ ઉપરાંત અકસ્માતમાં 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

Scroll to Top