Surat News | સુરતમાં બેફામ દોડતા પીકઅપ ટ્રકે અકસ્માત સર્જ્યો છે. કામરેજ નજીક નવા ગામ પાસે માતેલા સાંઢની મામફક દોડકા ટ્રકે બે પોલીસ કર્મી સહિત ચાર લોકોને અડફેટે લીધા છે. પ્રાથમિક માહિતી અનુસાર ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
બનાવની મળતી માહિતી અનુસાર કામરેજ (Kamrej) વિસ્તારમાં નવાગામ બ્રિજ પર એક પિકઅપ બોલેરો પલટી મારી ગઇ હતી. અકસ્માત (Accident ને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેને હળવો કરવા સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને NHAI વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમ કામગીરી કરી રહી હતી તે દરમિયાન પૂરપાટ ઝડપે આવેલા ટ્રકે ટ્રાફિક પોલીસવાન, NHAIની બોલેરો, અકસ્માતગ્રસ્ત પિકઅપ બોલેરો અને ટ્રેલરને અડફેટે લીધાં હતાં. આ ઘટનામાં એક પોલીસકર્મી સહિત કુલ ચાર લોકો અડફેટે ચડ્યા હતા.
દુર્ઘટનામાં અકસ્માતગ્રસ્ત પિકઅપ બોલેરોના ચાલકને ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્ત બે પોલીસ કર્મીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં ત્રણ વાહનો વચ્ચે થયું છે, જેમાં પીકઅપ બોલેરો નંબર – GJ 19 X 2659, અકસ્માતગ્રસ્ત પોલીસ બોલરો નંબર – GJ 18 GB 6949 અને અકસ્માતગ્રસ્ત ક્રેન નંબર – GJ19 AM 01973 વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો છે. પોલીસે ક્લીનરને ઝડપી લીધો હતો. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.