વડોદરામાં ગોલ્ડન ચોકડી પાસે Accident, ટ્રક પાછળ બસ ઘૂસ ગઇ, બેના મોત, આઠ ઇજાગ્રસ્ત
ગુજરાતમાં ગમખ્વાર અકસ્માતો (Accident)ની હારમાળા સર્જાઇ છે. એક જ દિવસમાં ત્રણ અકસ્માતમાં સાત ના મોત નિપજ્યાં છે, જ્યારે 31 લોકો ઇજાગ્રસ્ત થયા છે. વડોદરા (Vadodara)માં આવેલી ગોલ્ડન ચોકડી પાસે મોડી રવિવારે મોડી રાત્રે સુરતથી અમદાવાદ તરફ આવી રહેલી ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે આઠ લોકોને ઇજાગ્રસ્ત થયા છે.
વડોદરામાં 20 એપ્રિલની મોડી રાત્રે આજવા ચોકડી અને ગોલ્ડન ચોકડી વચ્ચે દરજીપુરા એરફોર્સ બ્રિજ પર સુરતથી અમદાવાદ જતી પવન ટ્રાવેલ્સ પાછળથી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં ચંદુભાઈ સવજીભાઈ કુંભાણી (ઉં.વ.58, રહે અમદાવાદ) અને પાર્થ કિશોરભાઈ બાવળિયા (ઉં.વ.25, રહે.અમરેલી) નું મોત નિપજ્યું છે. જ્યારે જેમાં 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.
મૃતકના નામ
- ચંદુભાઈ સવજીભાઈ કુંભાણી (ઉં.વ.58, રહે અમદાવાદ)
- પાર્થ કિશોરભાઈ બાવળિયા (ઉં.વ.25, રહે.અમરેલી)
ઈજાગ્રસ્તના નામ
- કમલેશભાઈ શંભુભાઈ પ્રજાપતિ, ઉંમર- 46 વર્ષ રહે. અમદાવાદ
- કમલચંદ્ર ચંદન બહાદુર વિશ્વકર્મા, ઉંમર- 44 વર્ષ રહે. ગાયત્રીનગર, ન્યુ રાણીપ અમદાવાદ
- જીગ્નેશભાઈ મહેન્દ્રભાઈ પટેલ, ઉંમર- 42 વર્ષ રહે. રામોલ ટોલ પ્લાઝા, આરટીઓ રોડ, વસ્ત્રાલ ગામ
- ચંદુભાઈ સોજીભાઈ કુંભાણી, ઉંમર- 58 વર્ષ, રહે. સાઉથ બોપલ અમદાવાદ
- પ્રિયંકાબેન ચંદુભાઈ ખૂંટ, ઉંમર- 25 વર્ષ, રહે. શ્યામનગર સંત કબીર રોડ, રાજકોટ
- વિશ્વાબેન બીપીનકુમાર રામાણી, ઉંમર- 16 વર્ષ, સુરત
- પ્રિત ઈશ્વરભાઈ ભાયાણી, ઉંમર- 17 વર્ષ, શ્રી નીધિ રેસિડેન્સી, મોટા વરાછા, સુરત
- મીત જયંતીલાલ કાછડિયા, ઉંમર-17 વર્ષ, સુરત
બીજો અકસ્માત મહેસાણા-ઉંઝા હાઇવે પર
રવિવારે મોડી રાત્રે મહેસાણા-ઉંઝા હાઇવે પર સિદ્ધપુરના મક્તુપુર નજીક ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનના બોલતરાથી સુરત તરફ જઇ રહેલી ટ્રાવેલ્સ બસ ટ્રેલર પાછળ ઘૂસી જતાં બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 17 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ઇજાગ્રસ્તોને મહેસાણા, ઊંઝા અને ધારપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત મૃત્યું પામેલા લોકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો અકસ્માત સુરતના કામરેજમાં થયો
કામરેજ વિસ્તારમાં નવાગામ બ્રિજ પર એક પિકઅપ બોલેરો પલટી મારી ગઇ હતી. અકસ્માત (Accident ને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેને હળવો કરવા સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને NHAI વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમ કામગીરી કરી રહી હતી તે દરમિયાન પૂરપાટ ઝડપે આવેલા ટ્રકે ટ્રાફિક પોલીસવાન, NHAIની બોલેરો, અકસ્માતગ્રસ્ત પિકઅપ બોલેરો અને ટ્રેલરને અડફેટે લીધાં હતાં. આ ઘટનામાં એક પોલીસકર્મી સહિત કુલ ચાર લોકો અડફેટે ચડ્યા હતા. દુર્ઘટનામાં અકસ્માતગ્રસ્ત પિકઅપ બોલેરોના ચાલકને ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્ત બે પોલીસ કર્મીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં ત્રણ વાહનો વચ્ચે થયું છે.