રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજીથી સુપેડી ગામ જતા રસ્તે કારને અકસ્માત નડ્યો છે. કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇ હતી. અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં છે. જ્યારે કારમાં સવાર અન્ય બે લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
ધોરાજી-ઉપલેટા રોડ પર એક કારમાં 6 લોકો ધોરાજીથી ઉપલેટા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન સુપેડી ગામ નજીક કારચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે કાર સૌપ્રથમ રોડ પરના એક વૃક્ષ સાથે અથડાઈ અને ત્યારબાદ પલટી મારી ગઈ હતી.
દુર્ઘટનાની જાણ થતાં જ ધોરાજી પોલીસ અને નેશનલ હાઇવેની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટના સ્થળે જ ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે અન્ય બે ઘાયલ વ્યક્તિઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે ધોરાજીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમની ગંભીર હાલતને જોતા તેમને વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકો PGVCLના કોન્ટ્રાક્ટર માટે વીડિયોગ્રાફીનું કામ કરવા જઈ રહ્યા હતા. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે.
મૃતકોના નામ
1. વલ્લભભાઈ રૂઘાણી (ઉ.વ.57)
2 કિશોરભાઈ હિરાણી (ઉ.વ.64)
3 આશીફ ભાઈ
4 આફતાબ ભાઈ પઠાણ (ઉ.વ.19)
ઈજાગ્રસ્તોનાં નામ
1 રશ્મિન ગાંધી
2 ગૌરાંગ રૂઘાણી