Accident: ભાવનગર જીલ્લાના સોમનાથ નેશનલ હાઈવે પર સવારે ગોઝારો માર્ગ અકસ્માત (Accident) થયો હતો. આ માર્ગ અકસ્માતમાં કૂલ 7 લોકોના મોત થયા હતા. આ અકસ્માત (Accident) ત્રાપજ બાયપાસ નજીક બંધ પડેલા ડમ્પરની પાછળ ખાનગી બસ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ બાળકો, બે મહિલા અને એક પુરૂષનું મોત થયું હતું. આ ઉપરાંત અકસ્માતમાં 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
અકસ્માતમાં કૂલ 7 લોકોના મોત થયા હતા
અધિકૃત જાણકારી અનુસાર ભાવનગર ગીર સોમનાથ નેશનલ હાઈવે પર સવારે ભયંકર અકસ્માત (Accident) થયો હતો. ટ્રકની પાછળ સ્લીપિંગ કોચ લકઝરી બસ ઘુસી ગઈ હતી. આ મુદ્દે અલંગ PSOએ જણાવ્યું હતું કે વહેલી સવારે 5.30 થી 6:00 કલાકની વચ્ચે ત્રાપજ ગામ પાસે બાયપાસ રોડ નજીક બંધ ટોરસ રેતી ભરેલા ટ્રકની પાછળ સુરતથી ઉના તરફ જતી સ્લીપિંગ કોચ બસ ઘુસી ગઈ હતી. ઘટના સ્થળ પર કૂલ 6 લોકોના મોત થયા હતા. જ્યારે 10 વધારે લોકો ધાયલ થયા હતા. આ તમામ લોકોને સારવાર માટે તળાજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ટ્રકની પાછળ સ્લીપિંગ કોચ લકઝરી બસ ઘુસી ગઈ હતી
થોડા દિવસ પહેલા જેતપુર સોમનાથ હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત (Accident) સર્જાતા 7 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત થોડા દિવસ પહેલા જૂનાગઢના ભંડૂરી નજીક માર્ગ અકસ્માત (Accident) માં બે લોકોના મોત થયા હતા. ત્યારે સવાલ એ થઈ રહ્યા છે કે ગુજરાતમાં આવા અકસ્માત ક્યારે અટકશે.સતત માર્ગ અકસ્માત (Accident) ને કારણે રાજ્યમાં અનેક લોકોના મોત થઈ રહ્યા છે. નિતિન ગડકરીએ સાંસદમાં સ્વીકારીયું હતું કે, રોજ માર્ગ અકસ્માત (Accident) માં રોજ 30 લોકોથી વધુના મોત થાય છે.