Kirit Patel સામે આપ (AAP) ના પ્રણવ ઠક્કરે ચૂંટણી કમિશનને ઉમેદવારી રદની માંગ કરી

Kirit Patel સામે આપ (AAP) ના પ્રણવ ઠક્કરે  ચૂંટણી કમિશનને ઉમેદવારી રદની માંગ કરી

kirit patel સામે ફરીથી આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. વિસાવવદરના પેટા ચૂંટણીના ઉમેદવાર kirit patel નું ફોર્મ રદ્દ થવું જોઈએ. કારણ કે  kirit patel દ્વારા ફોર્મની અંદર ભૂલ કરી હતી, પણ ચૂંટણીપંચે તેમનું ફોર્મ પણ સ્વીકારી લીધું હતું.  હવે આમ આદમી પાર્ટીના લીગલ સેલના પ્રવીણ ઠક્કરે ફરીથી ચૂંટણી પંચને ફરિયાદ કરી છે અને કહ્યું છે કે ચૂંટણી પંચ ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરે છે. ભારતીય જનતા પાર્ટીના kirit patel તેમને ઉમેદવારી ફોર્મ ભરતી વખતે પાના નંબર  8.2 બ ની અંદર  વિગતો છુપાવી છે, ડીલીટ કરી દેવાના આક્ષેપો પણ એમના દ્વારા લગાડવામાં આવ્યા છે.બીજી એવી પણ વાત કરવામાં આવી છે કે કિરીટ પટેલ દ્વારા એફીડેવિટની અંદર મિલકત છુપાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમ છતાંય ચૂંટણી પંચ એની ઉપર કેમ પગલા નથી લેતું.ત્રીજો મુદ્દો એવો પણ કહેવામાં આવ્યો છે કે તેમની જે ફોર્ચ્યુંનર છે એ તેમના નામે છે તેમ છતાંય તેમની માહિતી એફીડેવિડની અંદર છુપાવવામાં આવી છે. તેની પર ચૂંટણી પંચ કામ કરે અને kirit patel નું ઉમેદવારી ફોર્મ તાત્કાલિક ધોરણે રદ્દ કરે. જ્યારે તેમનું ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા.  એ કાર્યક્રમમાં જે ગાડી વપરાઈ હતી એ સરકારી ગાડી હતી તેવા આરોપો લાગ્યા છે અને ગાડીની પીયુસી અને વીમો પણ પૂરો થઈ ગયેલો હતો. તેમ છતાંય મુખ્યમંત્રીને આ ગાડીમાં બેસાડવામાં આવ્યા. એવા આરોપ હવે લીગલ સેલના આમ આદમી પાર્ટીના પ્રવીણ ઠક્કર લગાડી રહ્યા છે અને હવે ફરીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એવા કિરીટ પટેલની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે.

Scroll to Top